ભવનાથ : રાંદલ માતાજીનાં આશ્રમે શિવરાત્રીની ઉજવણી થશે

0

આ વર્ષે જૂનાગઢનાં ભવનાથ ખાતે શિવરાત્રીનો મેળો યોજાવાનો છે ત્યારે મહેશબાપા, જી. વેગડા રણછોડ આચાર્યનાં આર્શિવાદથી ભવનાથ તળેટીમાં રવિ રાંદલ માતાજીનાં આશ્રમ ખાતે મહાશિવરાત્રી મેળાની ભજન, ભોજન, ભકિત સાથે ધામધૂમથી તા. રપ ફેબ્રુઆરીથી તા. ૧ માર્ચ સુધી ઉજવણી કરવામાં આવનાર છે. મહાપ્રસાદ રોજ ૧ર.૩૦ થી રાત્રીનાં ૯.૩૦ સુધી અને રાત્રીનાં ૧૦થી સવારનાં ૭ વાગ્યા સુધી સંતવાણી યોજાશે. આ મેળા દરમ્યાન આવનાર દરેક ધર્મપ્રેમી યાત્રાળુઓને હર હર ગંગે સાર્વજનીક અન્નક્ષેત્રે પધારવા આમંત્રણ છે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા કૈલાસબેન વેગડા, ઉમેશભાઈ વેગડા જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!