જીવને જયારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય : મોરારીબાપુ

0

વ્યક્તિગત સમસ્યા માટે સદ્‌ અનુભવ, બે માટે સદ્‌ ગ્રંથ અને ત્રણ વચ્ચેની સમસ્યાનું સમાધાન સદ્‌ ગુરૂ કરે છે. જીવને જ્યારે વિષયવિલાસથી વૈરાગ્ય થાય ત્યારે એ જાગ્યો કહેવાય. રામકથા વિષયવિલાસ નહિ, વિશ્વાસવિલાસ છે. મોરારીબાપુએ જણાવ્યું કે, આપણી અંદર કોઈ દ્વંદ ચાલતું હોય તો સમાધાન કેવી રીતે મળે ? ઘણી સમસ્યા એવી કેવી હોય છે તેનો કોઈ ત્વરિત ઉકેલ નથી, થોડોક સમય લાગે છે. ક્યારેક જન્મજન્માંતર પછી સમાધાન મળે છે. આથી ખૂબ લાંબા સમય સુધી સત્સંગ કરવો જાેઈએ અને એ સત્સંગને અંતે શું કરવું અને શું ન કરવું તેનો ર્નિણય પ્રાપ્ત કરી શકાય છે. ભગવદ્‌ગોમંડલ વિષે વાત કરતા મોરારીબાપુએ જણાવ્યું કે, ગુજરાતી માતૃભાષા દિવસ અને આ ખૂબ મોટો શબ્દકોશ. જ્યાં સમાધાન શબ્દની સંધિ છે, સમ   આધાન મળી આ શબ્દ બન્યો છે. જેનો અર્થ સરખું રહેવું, સમગર્ભ રહેવું. તિરસ્કાર અને પુરસ્કાર, સુખ-દુઃખ, હરખ અને શોકમાં સમ રહેવું. એ જ રીતે સંગીતમાં ગમે ત્યાં સૂરમાં ઉપર નીચે જઈ અને ફરી સમ ઉપર આવવું. સમાધાન ત્યારે જ થાય છે જ્યારે બે વ્યક્તિ વચ્ચે ગર્ભ સમાન રૂપમાં રહે છે. સમાધાનનો એક અર્થ પતાવટ કરવું એવો થાય છે અને ગીતાજીની અંદર એક સાત્વિકયોગી માટે સમાધાન એટલે સમાધિ. આશ્રિત અને ગુરૂ બંનેનો ગર્ભ સમાન રૂપમાં રહે ત્યારે જે બાળકનો જન્મ થાય છે એ સમાધાન છે. જાતુષ જાેશીની એક કવિતા :

એવોય દૂર ક્યાં છે, એવોય પાસ ક્યાં છે,

મનમાં જ એ વસે, પણ મનનો નિવાસ ક્યાં છે ?

દીવો બળ્યા કરે છે અંધારનો યુગોથી,

એને હરખથી ભેટે એવો ઉજાસ ક્યાં છે ?

બાપુ વિષે કોઈએ પૂછ્યું આપનું આવાસ અને રહેઠાણ જાેઈ અને બહારથી એવું લાગ્યું કે, ખૂબ જ વિલાસ અને વિલાસ શબ્દ વિષે કહ્યું ત્યારે બાપુએ પોતે પણ જણાવ્યું કે, રામચરિત માનસ અને એની અંદર રહેલા સાત સોપાન મારા માટે સેવન સ્ટાર છે. તે જ રીતે એક ખૂણામાં ઠાકોરજી અને મારા દાદા-ગુરૂની છબી, મારૂ ભૂમિ શયન, મારો ખૂબ જ નાનકડું સ્નાન કરવાનો ઓરડો, મારો સીધો સાદો ખાદીનો પહેરવેશ, સમ્યક સાત્વિક આહાર અને નિરંતર ઝૂલતો હિંચકા ઉપર હું-આજ મારો વિલાસ છે ! તુલસી જણાવે છે કે, જાગ્યું કોણ કહેવાય ? જાગરણની વ્યાખ્યા આપતા તુલસીજીએ લક્ષ્મણજીના મુખમાં ગુહરાજને સંભળાવતા કહે છે કે, જ્યારે જીવ બધા વિષય વિલાસના રસમાંથી વૈરાગ્ય તરફ જાય એ જાગ્યો કહેવાય અને અહીં હું વિશ્વાસ વિલાસની વાત કરૂ છું. વિશ્વાસ શંકર છે એટલે આપણો શંકર વિલાસ છે. રામકથા તે વિષયનો નહીં વિશ્વાસનો વિલાસ છે અને આ વિલાસ ખૂબ અલગ પ્રકારનો છે. જ્યારે ખૂબ લાંબો સમય સુધી સત્સંગ કરીએ અને પછી જે વિવેક પ્રાપ્ત થાય છે સમાધાન શોધે છે. મોરારીબાપુએ જણાવ્યું કે, કોઈ એકની વ્યક્તિગત સમસ્યા હોય તો તેનું સમાધાન સદ્‌ અનુભવથી પ્રાપ્ત થાય છે અહીં સ્વ અનુભવ નહીં પરંતુ સદ્‌ અનુભવ હોવો જાેઈએ. કોઈ બે વ્યક્તિ વચ્ચેની સમસ્યા હોય, જેમ કે પતિ-પત્ની, ભાઈ-ભાઈ ત્યારે સદ્‌ ગ્રંથ એનું સમાધાન શોધે છે. અન્ય ગ્રંથની વાત નહીં કરૂ મારી પાસે રામચરિત માનસ છે અને એમાં જ એનો જવાબ છે. અહીં બે કપલ-જાેડી શિવ અને સતી અને બીજું રામ અને સીતા. શિવના જીવનની સમસ્યા એ છે કે, સતી એની એક પણ વાત માનતી નથી છતાં પણ શિવ એને હકારાત્મક લે છે અને સદગ્રંથ દ્વારા એનું સમાધાન થાય છે. રામ સીતાને વનમાં ન આવવા માટે ખૂબ સમજાવે છે સીતા માનતી નથી અને અંતે તેનું અપહરણ થાય છે તે વખતે પણ રામ સદ્‌ ગ્રંથ દ્વારા તેનું સમાધાન શોધે છે અને ત્રણ વચ્ચેની સમસ્યા હોય તો સદગુરૂ પાસે સમાધાન હોય છે. આથી સદ્‌ અનુભવ, સદ્‌ ગ્રંથ અને સદગુરૂ એ સમસ્યાનું સમાધાન શોધવાનો એક ઉપાય છે. કારણ કે, સદગુરૂ સાથે ત્રિજી આંખ હોય છે અયોધ્યા કાંડની અંદર ખૂબ મોટી સમસ્યા કૈકયીએ ઊભી કરી અને રાજગાદી ઉપર ભરત પણ બેસવાની ના પાડે છે એ વખતે સમાધાન બુદ્ધ પુરૂષની પાદુકા દ્વારા પ્રાપ્ત થાય છેર અને સુંદરકાંડમાં ગિતાવલીનાં પદમાં વિભીષણને જ્યારે કાઢી મૂકવામાં આવે છે ત્યારે પોતાની માતા પાસે જાય છે અને માતા આશિષ આપે છે તે વખતે ખૂબ જ મનભાવન શગુન પ્રાપ્ત થાય છે. નામ મહિમાની વાત કરતાં બાપુએ જણાવ્યું કે, રામનામ અજન્માં, શાશ્વત પુરાતન અને સનાતન છે. રામકથાનું પ્રાગટ્ય, ચાર ઘાટ અને શ્રદ્ધારૂપી ભાથું એ પછી શિવ વિવાહ, શિવ-પાર્વતીનો વિહાર અને વિલાસ અને કૈલાસના વેદવિદિત વટવૃક્ષ નીચે અવસર જાેઈ અને પાર્વતી રામ વિષે પૂછે છે અને શિવજી રામકથાનું મંડાણ કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!