દ્વારકા બાદ ભાણવડની સરકારી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સીલ : દર્દીઓમાં રોષ

0

ગુજરાત હાઇકોર્ટ દ્વારા થોડા સમય પૂર્વે કરવામાં આવેલી જાહેર હિતની અરજીના પગલે હાઈકોર્ટ દ્વારા ફાયર સેફ્ટી બાબતે હોસ્પિટલો સામે કડક કાર્યવાહી કરવા માટેના આપવામાં આવેલા આદેશો અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ફાયર વિભાગ દ્વારા આ અંગે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં થોડા સમય પૂર્વે દ્વારકાની સરકારી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોના અભાવે હોસ્પિટલનું ઓપરેશન થિયેટર સીલ કરવામાં આવ્યું હતું. આ પછી ખંભાળિયાના ફાયર ઓફિસર દ્વારા ભાણવડની સરકારી હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવતા આ હોસ્પિટલમાં પણ ફાયર સેફટીના મુદ્દે ઓપરેશન થિયેટરને સીલ મારી દેવામાં આવ્યું છે. જાે કે સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરને સીલ મારી દેવામાં આવતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને ઓપરેશન માટે અન્ય ગામમાં ફરજિયાત કરવું પડે છે. સરકારી બિલ્ડિંગો ફાયર સેફટીના પ્રમાણપત્ર વગર કાર્યરત હોવાની વાતો વચ્ચે આ પ્રકારની નીતિરીતિથી લોકોમાં રોષની લાગણી પ્રસરી રહી છે. ખાનગી હોસ્પિટલો તથા અન્ય કોમર્શિયલ વિસ્તારોમાં પણ આ મુદ્દે કડક ચેકિંગ કાર્યવાહી કરી અને જરૂરી પગલા લેવામાં આવે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

error: Content is protected !!