જૂનાગઢ મનપાનાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાનાં નેતૃત્વમાં વિકાસનાં કામો ગતીશીલ

0

જૂનાગઢમાં ભવનાથ ખાતે તા.૨૫-૨-૨૦૨૨થી શરૂ થઇ રહેલા મહાશિવરાત્રીના મેળા અંતર્ગત મજેવડી દરવાજે ટ્રાફિક જામ થવાની સમસ્યાઓ વારંવાર સર્જાતી હોય છે ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાનાં નવનિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણાએ તાત્કાલિક અસરથી મજેવડી દરવાજા ઉપર ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે ભવનાથ જવા માટેનો નવો રૂટ હીરો હોન્ડા શોરૂમથી ભારત મિલના ઢોરા ઉપરથી પસાર થતો રસ્તો નક્કી કરેલ છે જેની રિપેરિંગની તેમજ સફાઈની કામગીરી તાત્કાલિક શરૂ કરાવેલ હતી.  આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, આ નવો રસ્તો શરૂ કરવાથી મજેવડી દરવાજા પાસે ટ્રાફિક જામની સમસ્યાનો અંત આવશે. કામગીરી શરૂ થયા બાદ સ્થળ નિરીક્ષણ માટે મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, પુર્વ ડેપ્યુટી મેયર હિમાંશુભાઈ પંડ્યા, કોર્પોરેટર ધર્મેશ પોશીયા, ગોપાલભાઈ મનુભાઈ મોકરીયા તથા ભરતભાઈ કારેણા પહોંચ્યા હતા. તેમજ આ રૂટ  ઉપર આવનાર યાત્રીઓને કોઈપણ જાતની સમસ્યા ના સર્જાય તે માટે રસ્તા ઉપર લાઈટની પણ તાત્કાલિક વ્યવસ્થા કરવાની સૂચના આપેલ હતી.

error: Content is protected !!