જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી થશે

0

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આગામી મહા શિવરાત્રી મહોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવશે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને રાજી કરવાનો અવસર. એમાં પણ ગિરનારની ગોદમાં જૂનાગઢ ભવનાથ ખાતે ઉજવાતો શિવરાત્રીનો મેળો સમગ્ર ભારતભરમાં મીનીકુંભ તરીકે ઓળખાય છે. આવા ઐતિહાસીક જૂનાગઢમાં આજથી ૧૯૬ વર્ષ પહેલા ભગવાનશ્રી સ્વામિનારાયણએ સ્વહસ્તે પધરાવેલા મૂર્તિ સ્વરૂપે શ્રી શિવ-પાર્વતીજીનાં દર્શન થાય છે તેવા સ્વામિનારાયણ મંદિર ખાતે બીરાજમાન મહાપ્રતાપી શ્રી સિધ્ધેશ્વર મહાદેવજી સહિતનાં બિરાજમાન દેવો અનંત ભકતોની મનોકામના પૂર્ણ કરે છે. ભકતોજનો દરરોજ દર્શનનો લાભ લે છે તેમજ પૂનમનાં દિવસે માનવમહેરામણ ઉમટે છે અને પૂનમ ભરતા ભાવિકો પ્રસાદ ધરી અને ભાવવિભોર થતા હોય છે. ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભકતજનોની મનકામના પૂર્ણ કરે છે તેવા શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષ દરમ્યાન વિવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે.  રાધારમણદેવ ટેમ્પલ સમિતિના ચેરમેન પૂ.દેવનંદનસ્વામી તેમજ મુખ્ય કોઠારી શાસ્ત્રી પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢ) તેમજ શાસ્ત્રી પી.પી. સ્વામી સહીતના સંતોના માર્ગદર્શન હેઠળ સંતો અને ભકતજનો દ્વારા ધાર્મિક ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આગામી તા.૧/૩/ર૦રર મંગળવારના રોજ મહા શિવરાત્રી મહોત્સવની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે મહાશિવરાત્રી મહોત્સવ અંતર્ગત સવારે પઃ૩૦ કલાકે મહા અભિષેક, ૭ઃ૧પ કલાકે શણગાર દર્શન, ૮ કલાકે હોમાત્મક લઘુરૂદ્ર, બપોરે ૪ કલાકે મહામૃત્યુંજય સમુહ મંત્રપાઠ, રાત્રે ૯ કલાકે મહાશિવરાત્રી મહા અભિષેક અને રાત્રે ૧ર કલાકે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. જયારે મહા શિવરાત્રીએ લઘુરૂદ્ર યજ્ઞ સવારે ૮ કલાકે યોજવામાં આવશે. આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

error: Content is protected !!