શિવરાત્રી મેળામાં શાંતિભર્યું વાતાવરણ બની રહે તે માટે સલામતીનાં પગલા લેવાયા

0

જૂનાગઢ ખાતે યોજાનાર શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવતા હોય તેમજ આ મેળામાં મહાનુભાવો હાજર રહેતા હોય, જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ, બંદોબસ્ત માટે આગોતરૂ આયોજન કરી, તૈયારીઓ શરૂ કરવામાં આવેલ છે. આગામી શિવરાત્રી મેળામાં બંદોબસ્તના આયોજન માટે જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, લોકલ ઇન્ટેલિજન્સ બ્રાન્ચના પીઆઇ એન.આર. પટેલ, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. વાઢેર, બી ડિવિઝન પોલોસ સ્ટેશનના પીઆઇ આર.એસ. પટેલ, ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.સી. ચુડાસમા, ટ્રાફિક બ્રાન્ચના પીએસઆઇ પી.જે. બોદર સહિતના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભવનાથ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા અને ભવનાથ તેમજ શહેર વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા માટે તા.૨૪-૨-૨૦૨૨ના રોજ બહારથી આવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ સ્ટાફના બંદોબસ્તની વહેંચણી કરવામાં આવશે તેમજ પોઇન્ટ અને પેટ્રોલિંગ ફાળવવાની હાથ ધરવામાં આવશે. આ મેળા બંદોબસ્તની તૈયારીના ભાગરૂપે આ મેળામાં માનવ મેદની એકત્રિત થતી હોય, ભવનાથ વિસ્તારમાં કુલ ૩૦ પોલીસ રાવટીઓ રાખવામાં આવેલ છે. સમગ્ર ભવનાથ વિસ્તાર અને જૂનાગઢ શહેર વિસ્તારમાં (૧) ગિરનાર દરવાજા, (૨) ભરડા વાવ, (૩) સ્મશાન ત્રણ રસ્તા, (૪) પાજનાકા પુલ પાસે, (૫) દામોદર કુંડ સામે, (૬) ખાખ ચોક પાસે, (૭) નારાયણ ધરા રોડ ઉપર, (૮) જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ સામે, (૯) રૂપાયતન ત્રણ રસ્તા સર્કલ, (૧૦) લાલ સ્વામીની જગ્યા પાસે, (૧૧) ભગીરથ વાડી, (૧૨) આનંદ આશ્રમ ત્રણ રસ્તા, (૧૩) રિંગ રોડ સીતારામ મંદિર પાસે, (૧૪) મંગલનાથ બાપુની જગ્યા, (૧૫) ગિરનાર સીડી, (૧૬) જટાશંકર જવાના રસ્તે, (૧૭) મંગલનાથ બાપુની જગ્યા, (૧૮) ફોરેસ્ટ કવાર્ટર પાસે, (૧૯) ભારતી આશ્રમ ચકડોળ મેદાન સામે, (૨૦) લુહાર જ્ઞાતિની વાડી પાસે, (૨૧) રબારી સમાજ વાળી ગલીમાં, (૨૨) મહેર સમાજ સામે, આવકાર વાળી ગલીમાં, (૨૩) વડલી ચોક, (૨૪) સાબલપુર ચોકડી, (૨૫) ધોરાજી ચોકડી, (૨૬) મજેવડી દરવાજા, (૨૭) ગાંધી ચોક, (૨૮) એસટી બસ સ્ટેન્ડ તથા (૨૯) ધરાર નગર ગેટ પાસે, એમ કુલ ૨૯ જગ્યાઓ ઉપર પોલોસ રાવટીઓ માટે તંબુ ગોઠવવામાં આવેલ છે, જે એક પોલીસ રાવટીઓ ઉપર ૦૬ જેટલા પોલીસ સ્ટાફ જીઆરડી હોમગાર્ડ જવાનો તેમજ અગત્યની ભીડ ભાડ વાળી જગ્યા તથા અગત્યની ચેક પોસ્ટ ઉપર પીએસઆઇ તથા પીઆઇ દરજ્જાના અધિકારીઓ પણ ખાસ તૈનાત રાખવામાં આવશે. આ મેળા બંદોબસ્ત દરમ્યાન મેળામાં બહારથી આવતા વાહનોના પાર્કિંગ માટે (૧) શશીકાંત દવે ની વાડી, (૨) કાળુભાઇ સુખવાણીની વાડી, (૩) અશોક બાગ આંબાવાડી, (૪) ડોલરભાઈ કોટેચાની વાડી, (૫) નીચલા દાતાર પાર્કિંગ, (૬) વૃદ્ધઆશ્રમ અપના ઘરની સામે તેમજ (૭) જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામે ઉપરાંત, સાયન્સ મ્યુઝીયમ તેમજ એડવોકેટ દીપેન્દ્ર યાદવની વાડીમાં પણ પાર્કિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત, રાજકોટ તરફથી આવતા વાહનોને મજેવડી ગેઇટ પહેલા હીરો હોન્ડા શો રૂમ તરફથી સીધા ભવનાથ રોડ ઉપર ડાયવર્ટ થાય એ માટે કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક રૂટ પણ તૈયાર કરવામાં આવેલ હોય, જેથી ભવનાથ જતા વાહનોને મજેવડી ગેઇટ આવવું નહીં પડે અને મજેવડી ગેઇટ ખાતે ટ્રાફિકમાં રાહત રહે, એવી વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!