જૂનાગઢ ભવનાથ અને સરખેજ અમદાવાદ સ્થિત શ્રી ભારતી આશ્રમનાં સંસ્થાપક પૂ. બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી સ્વામી વિશ્વંભરભારતીજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડષીભંડારો અને શિવરાત્રી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ થઈ રહયો છે. ત્યારે આ મહોત્સવ અંગે પત્રકાર પરીષદમાં પ.પૂ. આંતરરાષ્ટ્રીય અધ્યક્ષશ્રી મહંત
પૂ. હરીહરાનંદભારતી બાપુએ જણાવ્યું હતું કે આવતીકાલે ધ્વજારોહણ સાથે શિવરાત્રી મહોત્સવનો પ્રારંભ થશે. અને તા. ર૬ ફેબ્રુઆરીને શનિવારે સવારે ૯.૧પ કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. તેમજ તા. ર૭ ફેબ્રુઆરીને રવિવારનાં રોજ સવારે ૯ થી ૧ર ધર્મસભા અને તા. ર૮ ફેબ્રુઆરીને સોમવારનાં રોજ સવારે ૯ થી ૧૧.૩૦ ધર્મસભા, ષોડશી ભંડારો અને પૂ. ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠાનાં કાર્યક્રમમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. તેમજ તા. ર૬ અને ર૭ ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે સવારે ૧૦ થી ૪ મહાબ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જાેડાવવા માટે રકતદાતાઓએ લઘુમહંત પૂ. મહાદેવભારતી બાપુનો તેમજ મો. નં. ૯૮ર૪ર ૯૦૪૮૩ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું હતું. આ મહોત્સવમાં પ.પૂ. પીઠાધિશ્વરશ્રી અવધેશાનંદગીરીજી મહારાજ તેમજ જુના અખાડાનાં આંતરરાષ્ટ્રીય મહામંત્રીશ્રી મહંત હરીગીરી મહારાજ તેમજ આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષશ્રી મહંત ઈન્દ્રભારતીજી મહારાજ, જયશ્રીકાનંદગીરીજી, પૂ. મુકતાનંદ બાપુ, કલ્યાણાનંદભારતી બાપુ, પૂ. મોરારીબાપુ, પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, મોહનભારતીજી મહારાજ, મહેન્દ્રગીરીજી મહારાજ, તનસુખગીરી બાપુ, પૂ. જેન્તીરામ બાપા સહીતનાં સંતો ઉપસ્થિત રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews