જૂનાગઢ નજીક આવેલા ભવનાથ ક્ષેત્રમાં ભવનાથ મહાદેવને ગઈકાલે ધ્વજારોહણ કરાયા બાદ શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થયો હતો. આજે મેળાનો બીજાે દિવસ છે અને ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. શનિ-રવિ રજાનાં હોવાથી જૂનાગઢ શહેરનાં લોકો તેમજ દૂર દૂરથી આવેલા ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ જઈ રહયો છે. છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે શિવરાત્રીનો મેળો પૂર્ણ રીતે યોજાયો ન હતો અને આ વર્ષે સરકારે શિવરાત્રી મેળો યોજવાની મંજુરી આપ્યા બાદ શિવરાત્રી મેળાનો ગઈકાલે ભકિતભાવપૂર્વક પ્રારંભ થયો છે. મેળો શરૂ થતાં જ ધાર્મિક સ્થળો, અખાડાઓમાં સંતોનાં દિવ્ય દર્શન માટે ભાવિકો ઉમટી રહયા છે. ગિરનાર ક્ષેત્રનાં વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક કાર્યક્રમો તેમજ સેવાકીય કાર્યો કરવામાં આવી રહયા છે. દૂર દૂરથી ભાવિકો શિવરાત્રીનો મેળો કરવા આવી રહયા છે ત્યારે યાત્રાળુઓની સુવિધા માટે સંતો દ્વારા આગવી વ્યવસ્થા કરાઈ છે. આ ઉપરાંત જૂનાગઢ મનપા દ્વારા પણ વિવિધ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર દ્વારા આગવું આયોજન કરી ભાવિકોને કોઈપણ જાતની અગવડતા ન થાય તેવી વ્યવસ્થા સાથે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ઉતારા મંડળ, સેવાભાવી સંસ્થા અને ધાર્મિક જગ્યાઓમાં ભાવિકો માટે પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જયાં જુઓ ત્યાં હરીહરનો સાદ પડી રહયો છે તેમજ રાત્રીનાં સંતવાણીનાં ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. શિવરાત્રી મેળાનો આજે બીજાે દિવસ છે ત્યારે ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ ઉમટી રહયો છે. શિવરાત્રી મેળામાં સંતોનાં દર્શન સાથે ભજન, ભોજનનો લ્હાવો ભાવિકો લઈ રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews