જૂનાગઢમાં વાડીની ઓરડીમાં ઘુસી ગયેલ દીપડાને રેસ્કયુ કરી પકડી લીધો

0

જૂનાગઢના ફાર્મ હાઉસમાં દીપડો ઘુસી ગયો હતો. ખલીલપુર અને ખામધોળ ચોકડી વચ્ચે બાયપાસ રોડ ઉપર બની ઘટના અચાનક દીપડો ઘુસી ગયો હોવાની જાણ થતા ફફડાટ વ્યાપી ગયો હતો. ફાર્મ હાઉસના માલિકે વનવિભાગને જાણ કરી હતી. વનવિભાગના સ્ટાફે દીપડાને રેસ્કયુ કરી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને ગઈકાલે બપોરના ૧૨ વાગ્યાના સમયે વાળી ભાગીયું રાખતા મહિલા પાણીની મોટર શરૂ કરવા માટે ઓરડીમાં જતાં અચાનક જ કાંધી ઉપર દીપડો જાેતા તુરત બહાર આવી અને તેમના પતિ અને અન્ય લોકોને જાણ કરતાં તુરંત દરવાજાે બંધ કરી કરવામાં આવ્યો અને વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગ દ્વારા બનાવના સ્થળે પહોંચી અને રેસ્કયુ ઓપરેશન હાથ ધરી અને દીપડાને બેભાન બનાવી અને સક્કરબાગ લઈ જવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ઘણા સમયથી દીપડાના આંટાફેરા રહ્યા હતા. ગઈકાલે આ દીપડો પકડાઈ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!