જૂનાગઢનાં અમીબેન હસમુખભાઈ નથવાણીએ પંચહાટડી ચોકમાં ખરીદી કરવા ગયેલ ત્યારે તેની પાસે રહેલ પર્સમાં સોનાનુ મંગલસુત્ર ચાર તોલાનું તથા ચાંદીના સાંકળા તથા રોકડા રૂા. ૩પ૦૦ મળી કુલ રૂા. ૧૮પ૦૦૦નો મુદામાલની ચોરી થયાની ફરીયાદ પોલીસમાં નોંધાવી હતી. પોલીસે આ અંગે વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ઈન્સ્ટોલ કરવામાં આવેલ સીસી ટીવી કેમેરાનાં ફુટેજ તપાસતાં આ પર્સ કોઈ વ્યકિત લઈ જતો હોવાનું જણાયું હતું. જે પર્સ રાજેન્દ્રભાઈ ગોવિંદભાઈ ગોહેલને મળતાં પોલીસે તેમની પુછપરછ કરતાં અને ઠપકો આપતાં તેમણે પર્સ પરત આપી દીધેલ હતું. પોલીસની આ કામગીરીથી પ્રભાવિત થઈ અમીબેન નથવાણીએ એ ડીવીઝન પોલીસનો આભાર વ્યકત કર્યો હતો. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ એ ડીવીઝનનાં પીઆઈ એમ.એમ. વાઢેર, પીએસઆઈ એ.કે. પરમાર, પી.એચ. મશરૂ, એમ.ડી. માડમ, આર.એમ. સોલંકી, પંકજભાઈ લાલજીભાઈ, કલ્પેશ ગેલાભાઈ, પ્રવિણભાઈ રાણીંગભાઈ, દિનેશભાઈ રામભાઈ, સંજયભાઈ સવદાસભાઈ, જાેષનાબેન ઝીંઝુવાડીયા, વર્ષાબેન વઘાસીયા, સામતસિંહ કાગડા, મધુબેન ઓડેદરા, પાર્થ ભલાણી સહીતનો સ્ટાફ જાેડાયેલ હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews