પોલીસની સમયસરની મદદથી મહાશિવરાત્રીનાં મેળામાં વિખુટી પડી ગયેલ દીકરીનું પરિવાર સાથે મિલન

0

ભવનાથ મહાશિવરાત્રી મેળામાં એક ૮ વર્ષની દીકરી તેમનાં પરીવારજનોથી વિખુટી પડી ગઈ હતી. જેથી તેમનો પરિવાર વ્યાકુળ થઈ ગયો હતો. જેની જાણ જૂનાગઢનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને થતા તુરંત જ ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીઆઇ તથા સ્ટાફને સુચના આપી ગણતરીની મિનિટોમાં જ આ દિકરીને શોધી કાઢી હતી અને તેમનાં પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. ભવનાથ મેળામાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર લાખની માનવ મહેરામણ હોય, આ દિકરીને શોધવી ઘણી જ મુશ્કેલ કાર્ય હતું પણ પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શનથી આ દિકરી ગણતરીની મિનિટોમાં જ મળી ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!