પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એનાથી વિપરીત ભવનાથમાં આશ્રમો-સેવકો-દાતાઓ-ઉતારા મંડળો ભાવિકો માટે લાખો રૂપીયા ખર્ચીને ભોજન પ્રસાદ જમાડી રહ્યા છે. ભજન-ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની ગોદમાં યોજાતા મહા શિવરાત્રી મેળાનો આ જ તો મહિમા છે. તેમ જણાવી ગોરખનાથ આશ્રમ ભવનાથના મંહત શ્રી શેરનાથબાપુએ કહ્યું કે, જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢુકડો. અન્નદાનથી કોઇ મોટું પૂણ્ય નથી. મહાશિવરાત્રીના મેળામાં ગોરખનાથ આશ્રમ ખાતે પાંચ દિવસમાં હજારો ભાવિકો-યાત્રીઓ ભોજન પ્રસાદનો લાભ મેળવે છે. આમ તો અહિં કાયમી અન્નક્ષેત્ર ચાલે છે. પરંતુ મેળા દરમ્યાન ૩૦ ડબ્બા ચોખ્ખુ ઘી, ૧૦૦થી વધુ ડબ્બા તેલ, ૫૦ ટન જેટલા વિવિધ શાકભાજી, મગદાળ, મગ, ચોખા, તુવેર દાળ સહિત મોટા પ્રમાણમાં કાચુ રાશન વપરાય છે. મોહનથાળ, બુંદી, ગાઠીયા, ખીચડી, માલપુવા એમ દરરોજ અવનવી મીઠાઇ સાથે ગરમા-ગરમ રોટલા અને રોટલીનો પ્રસાદ પ્રણ ભાવિકોને મળે છે. છેક પાલીતાણાના હણોલ ગામથી સેવાકાર્યમાં સહભાગી થયેલા હંસાબેન કહે છે અમે તો જીંદગીનો સંતોષ માણવા આવ્યા છીએ. સુરતના મધુબેને રોટલા બનાવતા કહ્યું કે, ભાઇ અહિ તો ભાવિકો-યાત્રાળુઓમાં અમને ભગવાન દર્શન થાય છે. ભવનાથના મેળામાં ગોરખનાથ આશ્રમ ઉપરાંત, ખોડીયાર રાસ મંડળ, ચીપીયાવાળા બાપુની જગ્યા, ભારતી આશ્રમ, મંગલનાજી આશ્રમ સહિત વિવિધ ગામ સમાજ જ્ઞાતિ મંડળના અન્નક્ષેત્રો પાંચ દિવસ સતત ધમધમતા રહે છે. ૧૦ થી ૧૨ લાખ લોકો પાંચ દિવસ મેળાને માણવા સાથે ભોજન પ્રસાદ મેળવે છે. પાંચ દિવસના મેળામાં આશ્રમો-સેવકોની સેવા સાથે જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ, કાર્પોરેશન સહિત તમામ વિભાગના અધિકારીઓ યાત્રીકોની સુવિધા માટે ખડેપગે રહે છે. યાત્રીકોને કોઇ મુશ્કેલી ના પડે તેની પુરતી તકેદારી લેવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews