જૂનાગઢ રેન્જના ડીઆઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેરના ભવનાથ ખાતે યોજાયેલ મહા શિવરાત્રી મેળામાં ધર્મપ્રેમી જનતા સારી રીતે મેળામાં ફરી શકે અને શાંતિથી ઉજવણી કરી શકે તે માટે પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટાફ, એસ.આર.પી. કંપનીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. સહિતના બહોળો સ્ટાફનો ઉપયોગ કરી, જડબેસલાક રાઉન્ડ ધ ક્લોક બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં ચાલી રહેલ આંતકવાદી પ્રવૃત્તિને ધ્યાને લઇ, મહા શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓના સામાનના ચેકીંગ માટે પણ રાજકોટ શહેર ખાતેથી ખાસ બેગેઝ સ્કેનર વાન મંગાવી, સામાનના ચેકીંગની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ભવનાથ ખાતેના ગોઠવવામાં આવેલ મહાશિવરાત્રી મેળા બંદોબસ્તમાં રાખવામાં આવેલ જડબેસલાક ચુસ્ત બંદોબસ્તના કારણે પોલિસ એલર્ટ હોય, ભરડાવાવ થઈ આવતા વાહનોના ચેકીંગ માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ભવનાથ પોલોસ સ્ટેશનના પો.સ.ઇ. એમ.સી.ચુડાસમા દ્વારા બેગેઝ સ્કેનર વાનને સ્મશાન ત્રણ રસ્તા ખાતે રાખી, બોમ્બ ડિસપોઝલ સ્ક્વોડ, રાજકોટ શહેરના બેગેઝ સ્કેનર વાનના ઇન્ચાર્જ હે.કો. અશોકભાઈ, પો.કો., ડ્રાઇવર સહિતની ટીમ દ્વારા સામાનની ચેકીંગ રાત દિવસ રાખવામાં આવેલ છે. આ બેગેઝ સ્કેનર ટીમ દ્વારા મહાશિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓના બેગ, સામાન, થેલા વિગેરે બેગેઝ સ્કેનરમાં મૂકીને રાત દિવસ ચેકીંગની કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા દિવસે બેગેઝ સ્કેનર વાનને રૂપાયતન ત્રણ રસ્તા ખાતે પરિક્રમા રૂટ ઉપર જતા યાત્રાળુઓના સામાનની પણ ચેકીંગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત, મહા શિવરાત્રી મેળામાં આવતા યાત્રાળુઓની સલામતી માટે ટેક્નિકલ સોર્સના હે.કો. વિમલભાઈ સહિતના સ્ટાફની ટીમ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ભવનાથ વિસ્તારમાં ગોઠવવામાં આવેલ હોય રિજાેલ્યુશન વાળા કેમેરા મારફતે મેળામાં રહેલી ભીડમાં આવતા લોકોની ઉપર ખાંસ નજર રાખવાની વ્યવસ્થા તેમજ ૨૪×૭ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઉપર નજર રાખવા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. ઉપરાંત રાજકોટ શહેર ખાતેથી નેત્રમ વાન મંગાવી, તેના ઇન્ચાર્જ પો.કો. અશોકસિંહ, રવિભાઈ તથા ઓપરેટર/ડ્રાઈવર દ્વારા તેમાં ફિટ કરવામાં આવેલા કેમેરા દ્વારા જિલ્લા પંચાયત, આજુબાજુનો વિસ્તાર તેમજ જિલ્લા પંચાયતની સામે રાખવામાં આવેલ પાર્કિંગ ઉપર નજર રાખવા પણ ખાસ આયોજન કરવામાં આવેલ છે. વધુમાં જૂનાગઢ તથા પોરબંદર જિલ્લાની ડ્રોન કેમેરા ટીમના ઇન્ચાર્જ એ.એસ.આઈ. પૃથ્વીરાજસિંહ વાળા સહિતની બે ટીમ દ્વારા ડ્રોન કેમેરાનો ઉપયોગ કરી, ભવનાથ તેમજ આજુબાજુના વિસ્તાર ઉપર પણ ખાસ વોચ રાખવા આયોજન કરવામાં આવેલ છે. આમ, જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગિરનાર પરિક્રમા બંદોબસ્તમાં યાત્રાળુઓના સામાનના ચેકીંગ માટે ખાસ બેગેઝ સ્કેનર વાન રાજકોટ શહેર ખાતેથી મંગાવી, યાત્રાળુઓના સામાનની રાત-દિવસ ચેકીંગ હાથ ધરવા તેમજ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી, સીસીટીવી કેમેરા, નેત્રમ વાહનના કેમેરા તેમજ ડ્રોન કેમેરા ટીમનો ઉપયોગ કરી, લોકોની સલામતી માટે તેમજ શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ ઉપર નજર રાખવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews