જૂનાગઢનાં અગ્રણી બિલ્ડરની પૌત્રી યશવી ભાટીયા યુક્રેનથી સલામત જૂનાગઢ પરત ફરતા પરીવારજનો સાથે સુખદ મિલન

0

યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની ગંભીર પરિસ્થિતિ અને તેમાં ભારતનાં ઘણા વિદ્યાર્થીઓ આ કટોકટીમાં ફસાતા તેમનાં પરીવારજનોમાં ચિંતાનાં વાદળો ઘેરાયા હતાં. ભારતનાં વિદ્યાર્થીઓ પૈકી જૂનાગઢની યશવી ભાટીયા પણ ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ હતી. દરમ્યાન ઈશ્વરની કૃપા વડીલોનાં આર્શિવાદ અને ભારત સરકારનાં સઘન પ્રયાસોને પગલે યશવી ભાટીયા ભારત પરત ફરી અને દિલ્હીથી અમદાવાદ અને ત્યાંથી જૂનાગઢ ખાતે આવી પહોંચતાં તેમનાં પરીવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. જૂનાગઢમાં હીરાપન્ના કોમ્પલેક્ષ પાછળ ચોકસીનગર બંસી પેલેસ એપાર્ટમેન્ટમાં ૭૦૧ નંબરનાં બ્લોકમાં રહેતાં મુળ કુતિયાણા તાલુકાનાં બાલોચ ગામનાં અને છેલ્લા ૩પ વર્ષથી જૂનાગઢ ખાતે રહેતા પરબતભાઈ જે. ભાટીયા અને તેમનાં પુત્ર ગોપાલભાઈ બાંધકામનો વ્યવસાય ધરાવે છે. અને જૂનાગઢનાં અગ્રણી બિલ્ડર તરીકે નામના ધરાવે છે. પરબતભાઈ ભાટીયાની પૌત્રી યશવીબેન ભાટીયા યુક્રેન ખાતે એમબીબીએસનો અભ્યાસ કરે છે અને ત્રીજા સેમેસ્ટરમાં છે. દરમ્યાન યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની પરિસ્થિતિ સર્જાતા યુક્રેનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સામાન પેક કરવાનું કહેવામાં આવતાં બધાયે સામાન પેક કરેલ. યશવીબેન ભાટીયાને તા. ર૪ ફેબ્રુઆરીની સાંજે ચાર વાગ્યે ફલાઈટ પકડવાની હોય જેથી હોસ્ટેલથી કિવ એરપોર્ટ જવા માટે ટ્રેનમાં જતાં હતાં ત્યારે અચાનક એરપોર્ટ ઉપર હુમલો થતાં ત્યાં ટ્રેન રોકી દેવામાં આવતાં તેઓ ફસાઈ ગયા હતાં. યુક્રેનમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિનાં સમાચાર જાણી સમગ્ર પરીવાર ચિંતામાં મુકાયો હતો. દરમ્યાન સર્વે શુભેચ્છકો, હિતચિંતકો અને વડીલોનાં આર્શિવાદ-ઈશ્વરની કૃપા અને ભારત સરકારની સયમસરની મદદ મળી જતાં યશવીબેન ભાટીયા ત્યાંથી દિલ્હી અને દિલ્હીથી અમદાવાદ અને અમદાવાદથી જૂનાગઢ સુખરૂપ આવી જતાં દાદા પરબતભાઈ ભાટીયા, પિતા ગોપાલભાઈ, માતા માનસીબેન, ભાઈ જશ અને પરીવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. યશવીબેન ભાટીયાએ જણાવ્યું હતું કે તેઓ તા. ર૪ ફેબ્રુઆરીની સાંજે ચાર વાગ્યે ફલાઈટ પકડવા કિવ એરપોર્ટ જવા માટે ટ્રેનમાં હતા ત્યારે એરપોર્ટ ઉપર હુમલો થતાં ત્યાં ટ્રેન રોકી દેતા ફસાયા હતાં. દરમ્યાન ઠાકોરજીની કૃપા તેમજ બા અને માલીમાનાં વૈશ્નવ સત્સંગ મંડળનાં આર્શિવાદ, ગુજરાત સરકાર, ભારત સરકારનાં સફળ પ્રયાસો તેમજ મીડીયાનાં સહયોગથી અને કાકા, પપ્પા, અને દાદાનાં મિત્રો, આગેવાનોની શુભેચ્છા, નાના ભાઈનો પ્રેમ, મમ્મી, આંટીનાં મહીલા મંડળો અને સૌના આર્શિવાદથી હું સહી સલામત જૂનાગઢ ખાતે પહોંચી ગઈ છું. અને મારા પરીવારજનો સાથે સુખદ મિલન થયું છે. પરીવારજનો ચિંતામુકત બન્યા છે ત્યારે આ તકે હું સૌનો આભાર માનું છું. અને સાથે જ સૌને યશવી ભાટીયાનાં જયશ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ પાઠવું છું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!