ઉપલા દાતાર ખાતે ભાવિકોની ભીડ અવિરત, મહંત પૂ. ભીમબાપુ દ્વારા અન્નક્ષેત્ર સેવા

0

મહા શિવરાત્રી મેળો માણી યાત્રીકો અન્ય દેવસ્થાનોએ જઈ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી રહયા છે. ગઈકાલે કોમી એકતાનાં પ્રતિક એવા ઉપલા દાતારનાં દર્શને ભાવિકોનો ઘસારો રહયો હતો. જગ્યાનાં મહંત પૂ. ભીમબાપુએ જણાવ્યું હતું કે મેળા દરમ્યાન આવતા યાત્રાળુઓ માટે ર૪ કલાક અન્નક્ષેત્રની ઉપલા દાતાર ખાતે વ્યવસ્થા કરાઈ છે. કોયાલાવજીર પાસે ચા, પાણી, છાશનો સ્ટોલ ઉભો કરાયો છે. ર૪ કલાક યાત્રીકો માટે વિના મુલ્યે સેવા આપવામાં આવે છે. જેનો અસંખ્ય દર્શનાર્થીઓ લાભ લઈ રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!