શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં, આવતીકાલે ભવ્ય રવાડી સરઘસ

0

ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મહામેળો પુર બહારથી ખીલી ઉઠયો છે. ગઈકાલે રવિવારનાં દિવસે ભવનાથ ક્ષેત્ર માનવ મહેરામણથી છલકાયું હતું. અને આવતીકાલે મહા શિવરાત્રીનાં પર્વે ભવ્ય રવાડી સરઘસ યોજાનાર હોય જેને લઈને ભાવિકો અને સંતોનાં મોંઘેરા આગમન થઈ રહયા છે. આ વર્ષે મેળાનાં ચોથા દિવસે સાડા પાંચ લાખ કરતાં પણ વધારે ભાવિકો શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહયા છે અને હજુપણ આજે સાંજ સુધી અને આવતીકાલ સુધીમાં ભાવિકોની સંખ્યામાં ભારે વધારો થવાનો છે. ત્યારે પ્રશાસન દ્વારા તકેદારીનાં પગલા લેવામાં આવ્યા છે. જૂનાગઢ નજીક આવેલ ભવનાથ તિર્થક્ષેત્રમાં યોજાયેલો શિવરાત્રીનો મહા મેળો અંતિમ ચરણમાં પ્રવેશ ચુકયો છે. ગત તા.રપ ફેબ્રુઆરીના રોજ પ્રારંભ થયેલા શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટી પડયો છે અને આવતીકાલે શિવરાત્રીનું મહાપર્વ હોય તેની ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે. આવતીકાલ સવારથી જ ભાવિકોનો પ્રવાહ ભવનાથ તરફ રવાના થશે તેમજ નિર્ધારીત સમયે વિવિધ અખાડાઓ વરીષ્ઠ સંતો અને જુદા જુદા સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં રવાડી સરઘસ યોજવામાં આવશે. જે અંગેની તડામાર તૈયારી હાલ કરવામાં આવી રહી છે. શિવરાત્રીના દિવસે હર ભોલે જય ભોલેનાથની ગગનભેદી નારા સાથે યોજાતા રવેડી સરઘસના દર્શન માટે ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી રહ્યા છે. ભગવાન શિવજીની ભકિતમાં લીન થવાનો અવસર એટલે શિવરાત્રીનો મહા મેળો છે. આ વર્ષે મહાવદ નોમના દિવસથી શરૂ થયેલા આ શિવરાત્રીના મેળાનો જેમ જેમ દિવસ પસાર થતો ગયો તેમ તેમ ભાવિકો વિશાળ સંખ્યામાં ઉમટી પડયા છે. ગિરનાર ક્ષેત્ર અને ભવનાથ ક્ષેત્રના વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં રવાડી સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું અને રવાડી સરઘસ માટે નિર્ધારીત સમય અને રૂટ નકકી કરાયા હતા અને આ નકકી કરેલા રૂટ ઉપર આવતીકાલે વાજતે ગાજતે ભવ્ય રવાડી સરઘસ યોજવામાં આવશે. આ રવાડી સરઘસમાં દિગંમ્બર સાધુઓ જાેડાશે અને અંગ કસરતના કરતબો કરતા સંતોને નિહાળવા એ એક અમુલ્ય લહાવો છે ત્યારે ખાસ રવાડી સરઘસના દર્શન માટે પણ ભાવિકોનો પ્રવાહ ભવનાથ ક્ષેત્રમાં ઉમટી પડયો છે અને રસ્તાઓને એકતરફી કરી દેવામાં આવેલ છે. એટલું જ નહીં સલામતી અને તકેદારીના ભાગરૂપે જીલ્લા વહીવટી તંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા અનેક વિવિધ પગલાઓ જારી કરવામાં આવેલ છે. આવતીકાલે ભવ્ય રવાડી સરઘસ વાજતે ગાજતે નિર્ધારીત રૂટ ઉપર પસાર થઈ અને મૃગીકુંડ ખાતે પહોંચશે અને જયાં સંતોનું  શાહી સ્નાન અને ત્યારબાદ ભવનાથ મહાદેવની મહાપૂજા સાથે શિવરાત્રી મેળાની પૂર્ણાહુતી થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!