ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે શિવરાત્રી મેળામાં ‘મુખ્ય અતિથિ’ બન્યા

0

જૂનાગઢ નજીક ભવનાથ તિર્થક્ષેત્રમાં શિવરાત્રીનો મેળો અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. આજે મેળાનાં ચોથા દિવસે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ મહેમાન બન્યા છે. આજે સવારે તેઓએ સુપ્રસિધ્ધ ભવનાથ મહાદેવની પૂજન અર્ચન અને દર્શનનો લાભ લીધો હતો. ત્યારબાદ શેરનાથ બાપુનાં આશ્રમની મુલાકાત લીધી હતી. અને ત્યાંથી ભારતી આશ્રમ ખાતે બ્રહ્મલીન સંત પૂ. ભારતી બાપુનો ષોડશી ભંડારો અને ભારતી બાપુની મૂર્તિની અનાવરણ વિધિ કરી હતી. ત્યારબાદ ઈન્દ્રભારતી બાપુનાં આશ્રમ રૂદ્રેશ્વર જાગીર આશ્રમ ખાતે પણ ખાસ મુલાકાત લીધી હતી. ભવનાથ ખાતે યોજાયેલા શિવરાત્રીનાં મહામેળામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રથમવાર આ મેળામાં આવી પહોંચતાં તેઓનું શાનથી સ્વાગત કરવામાં આવેલ હતું. તેમની સાથે પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફીયા સહીતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત જૂનાગઢનાં પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનાં પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે ભવનાથ તિર્થક્ષેત્રની મુલાકાતે છે અને જુદા જુદા ધાર્મિક કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે તેમની સાથે વરીષ્ઠ પદાધિકારીઓ તેમજ મહાનુભાવો રહ્યા હતાં. મુખ્યમંત્રી તરીકેના પદ ગ્રહણ કર્યાબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જૂનાગઢ જીલ્લાની ત્રીજી મુલાકાતે આવી પહોંચ્યા છે અને મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત શિવરાત્રી મેળામાં ઉપસ્થિત રહ્યા છે. આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આવી પહોચતા તેમનું શાનદાર સ્વાગત કરવામાં આવેલ હતું. ત્યારબાદ સવારે ૯ કલાકે ભવનાથ મંદિર ખાતે દર્શન અને પૂજન વિધી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ત્યાંથી શેરનાથબાપુના આશ્રમે પહોચ્યા હતા અને ત્યાં સેવાકીય પ્રવૃતિ નિહાળી હતી. આ કાર્યક્રમ બાદ ભારતી આશ્રમ ખાતે યોજાઈ રહેલા પંચ દિવસ ઉત્સવના કાર્યક્રમમાં પણ તેવો ઉપસ્થિત રહ્યા હતા. ભારતી આશ્રમ ખાતે યોજાયેલ ધર્મોત્સવમાં ખાસ સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વરીષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં પૂ.બ્રહ્મલીન ભારતીબાપુની સમાધી મંદિરની મુર્તિનું અનાવરણ તેઓશ્રીના હસ્તે કરવામાં આવેલ હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. તેમની સાથે વરીષ્ઠ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પદાધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ શિવરાત્રી મેળામાં પ્રથમવાર  આવ્યા છે ત્યારે ભવનાથ વિસ્તારમાં જુદા જુદા ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ અને શિવરાત્રીના મેળાનું મહત્વ તેમજ ધાર્મિક સ્થાનની પરંપરા અહીં ચાલતા સેવાકીય અને ધર્મકાર્યો તેમજ અન્નક્ષેત્રની પ્રવૃતિને નિહાળી પ્રભાવીત થયા હતા. મુખ્યમંત્રીના કાર્યક્રમના સુચારૂ આયોજન માટે કાર્યવાહક કલેકટર મિરાંત પરીખના માગદર્શન હેઠળ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કર્યું હતું તેમજ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત અને તકેદારીના પગલા લેવામાં આવ્યા હતા તેમજ વિવિધ આશ્રમ ખાતે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!