માંગરોળ તાલુકાના લોએજ ગામના નંદાણિયા પરિવાર દ્વારા થયેલ ચક્ષુદાન

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામના ધાનીબેન જાદવભાઈ નંદાણિયા(ઉ.વ.૭૦) કે જેઓ દેવસીભાઈ નંદાણિયા(ફુડ એન્ડ ડ્રગ ઈસ્પેક્ટર)ના કાકી થાય છે. તેમજ શિવમ ચક્ષુદાન આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયાના નજીકના સગા થાય છે. જેમનું તા.૨૮-૨-૨૦૨૨ મહા વદ તેરસને સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી લોએજ ગામના જગમાલભાઈ ચાંડેરાએ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલકને જાણ કરતા કિશોરભાઈ બામરોટીયા(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) અને ગોવિંદભાઈ વાળા(પીએચસી સેન્ટર-શીલ) દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર અરવિંદભાઈ સોલંકી દ્વારા કરવામાં આવ્યો હતો અને કરશનભાઈ વાજા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે. આ દુઃખદ સમયે આ પરિવારને સાંત્વના આપવા માટે માજી ધારાસભ્ય અરજનભાઈ નંદાણિયાના ધર્મપત્ની વાલીમાં નંદાણિયા તેમજ આરેણા સરપંચ બચૂભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ પરિવારના આ મહાદાનને શિવમ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. નંદાણિયા પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને ધાનીબેનને શ્રધ્ધાંજલી અર્પે છે. નંદાણિયા પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!