માંગરોળ તાલુકાના આરેણા ગામે રક્તદાન કેમ્પ અને આયુર્વેદ નિદાન કેમ્પ યોજાયો

0

માંગરોળ તાલુકાના આરેણા ગામે તા.૨૭-૨-૨૦૨૨ રવિવારના રોજ આરેણા હાઈસ્કૂલ ખાતે શિવમ ચક્ષુદાન આરેણા, માં ગૌ સેવકો આરેણા તેમજ સ્વ. એસ.આર. નંદાણિયા હાઈસ્કૂલના સહકારથી તેમજ સિવિલ હોસ્પિટલ જૂનાગઢ આયોજિત રક્તદાન શિબિરનું આયોજન કરેલ હતું અને સાથે સાથે આયુર્વેદ ડો. ખેરાણી(સરકારી આયુર્વેદ દવાખાનું વિસણવેલ) દ્વારા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડોકટર કિંજલબેન, કમલેશભાઇ સેજુ, હેમાંગીબેન ચાવડા, દિક્ષીતાબેન, પિયુષભાઇ મનીષભાઇ, જીતુભાઇએ સેવા આપેલ હતી. આ કેમ્પનો સવારે ૯ કલાકે થેલેસેમિયાગ્રસ્ત બાળકોના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ૭૬ જેટલા રક્તદાતાઓએ પોતાના રક્તનું દાન કરી માનવસેવાનું અમુલ્ય કાર્ય કરેલ હતું. આ કેમ્પમાં માંગરોળ વિસ્તારની આજુબાજુની ગૌશાળાના ગૌસેવકોએ સહકાર આપી રક્તદાતાઓનો ઉત્સાહ વધારેલ હતો. આ ઉપરાંત માંગરોળના અને આજુબાજુના વિસ્તારના વડિલ માર્ગદર્શકો ઉપસ્થિત રહી અમને પ્રેરક બળ આપેલ હતું. સાથે સાથે માંગરોળ વિસ્તારના પત્રકારમિત્રોએ પણ પોતાનો સમય ફાળવી આ કેમ્પની નોંધ લઈ અમારો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે ઉપસ્થિત સૌના સહકારથી આ કેમ્પ સફળ રહેલ હતો. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે અઠવાડિયામાં અંદાજીત ૮૦ જેટલા બ્લડ યુનિટની થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે જરૂરિયાત રહે છે. જેને પહોંચી વળવા માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની સાથે સાથે આયુર્વેદ નિદાન કેમ્પમાં પણ બહોળી સંખ્યામાં દર્દીઓની ડો. ખેરાણી દ્વારા તપાસ અને માર્ગદર્શન આપેલ હતું. આપણા વેદ અને પૂરાણોમાં આયુર્વેદનું ખુબ મહત્વ રહેલું છે. રોગો સામે લડવા માટે કુદરતે આ સૃષ્ટીમાં દિવ્ય ઔષધીઓનું નિર્માણ કરેલ છે અને જેના થકી જટીલ રોગોમાં પણ ખુબ સારા પરિણામ મળ્યાના દાખલા છે. આજે લોકો ફરી પાછા આયુર્વેદ તરફ વળે જે ખુબ જરૂરી છે. આ કેમ્પમાં ડો. ખેરાણીના સહકારથી ઘણા દર્દીઓએ લાભ લીધેલ અને માર્ગદર્શન મેળવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!