શીલનાં મોૈની આશ્રમમાં સંત નિવાસનાં બાંધકામ માટે માંગરોળની સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા રૂા.૧,પ૧,૦૦૦નું અનુદાન અપાયું

0

શીલના શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે જર્જરીત થયેલ સંત નિવાસના નવા બાંધકામ માટે મહાશિવરાત્રીના પાવન દિવસે સંજીવની નેચર ફાઉન્ડેશન(ગુજરાત પ્રદેશ) માંગરોળ સંસ્થા દ્વારા રૂા.૧૫૧,૦૦૦/-નો ચેક રવિન્દ્રદાસ બાપુને અર્પણ કરવામાં આવ્યો હતો. જેમા માંગરોલ તથા શીલના સંજીવની નેચર ફાઉન્ડેશનના કાર્યકરો પ્રમુખ નરેશભાઇ ગોસ્વામી, અનિષભાઈ ગૌદાણા, નિલેશભાઈ રાજપરા, જીતેનભાઇ જાેષી, સતીષભાઇ પંડિત, પિયુષભાઇ કામડીયા તથા તાલુકા પંચાયતના સદસ્ય રામજીભાઈ ચુડાસમા અને અન્ય કાર્યકરો હાજર રહેલ હતા અને આ દરમ્યાન સંસ્થાના એક કાર્યકર દ્વારા રૂા.૫૦૦૦નું રોકડ અનુદાન આપવામાં આવેલ હતું. આ તકે સંત રવિન્દ્રદાસ બાપુ તેમજ સંત દામોદરદાસ બાપુનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું. શ્રી રામ મંદિર મૌની આશ્રમ ખાતે શિવરાત્રિ દરમ્યાન લગભગ ૪૦૦ જેટલા બાળકોને બુંદી-ગાંઠીયા અને સુકી ભાજીનો પ્રસાદ વિતરણ કરવામાં આવેલ હતો અને ૧૦૦૦ ઉપરાંત ભાવિકોને શિવજીને પ્રિય ભાંગનો પ્રસાદ આપેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!