તારીખ ૮ માર્ચના રોજ વિશ્વમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો આ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ ૬ માર્ચ રવિવારના રોજ હોલી-ડે એડવેન્ચર સંસ્થા દ્વારા મહિલા માટે જૂનાગઢ ભવનાથ ખાતેના જાેગણીયા ડુંગર ઉપર ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં કુલ ૬૦ મહિલાઓએ ૨૧૦૦ ફૂટની ઊંચાઈ ઉપર જઈ ટ્રેકિંગ કરેલ સાથે સાથે રેપલિંગ, રોક કલાઇમ્બિંગ, ગુફા જેવી પ્રવૃત્તિ કરી સાહસિકતા દેખાડી હતી. આ સાથે પક્ષીની ઓળખ નદી અને જંગલની માહિતી પણ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કુલ ૬ જિલ્લાના મહિલાએ ભાગ લીધો હતો. આ સમગ્ર કેમ્પ પૂર્ણ થયા બાદ તમામને સર્ટિ આપી પ્રોત્સાહિત કરેલ હતા. આ કેમ્પના ચેરમેન ધર્મિષ્ઠાબેન ચોહાણની દેખરેખમાં થયો હતો અને કેમ્પને સફળ બનાવવા નિમિષા જેઠવા, રિતુ વિઝરોલિયા, કલ્પેશ શાંખલા, મયુર જાેશી, ડેનિશ મેન્દપરા, ધાર્મિક ભટ્ટ, પિયુષ સોલંકી, જીત પરમાર, જગદીશ પારઘી, મેહુલભાઈ રાજપરા દ્વારા જેહમત ઉઠાવી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews