પોલેન્ડમાં યુક્રેન શરણાર્થીઓની મદદે બીએપીએસ સંસ્થાનાં સ્વયંસેવકો પહોંચ્યા

0

રશિયાના આક્રમણને કારણે ત્રસ્ત યુક્રેનમાંથી જીવ બચાવીને પોલેન્ડમાં આવી ચુકેલા ભારતીયોની સેવામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો દિવસ-રાત જાેડાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરમ દિવસે મધ્યરાત્રિએ બ્રહ્મવિહારી સ્વામીને ફોન કરીને યુક્રેન-પોલેન્ડની સરહદ ઉપર ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની સંભાળ લેવા માટે સંસ્થાને જણાવ્યું હતું. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહારાજના આશીર્વાદથી તાત્કાલિક ધોરણે ચક્રવતીમાં કરવામાં આવ્યા હતા અને ગઈકાલે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના યુરોપ સ્થિત સ્વયંસેવક સરહદ ઉપર પહોંચી ગયા છે. પેરિસ અને સ્વીઝરલેન્ડથી સતત ૨૨ કલાકનું ડ્રાઈવ કરીને મોબાઈલ કિચન વાન સાથે બીએપીએસના અગ્રણી સ્વયંસેવકો ચિરાગભાઈ ગોદીવાલા, શૈલેષભાઈ ભાવસાર તેમજ અન્ય સ્વયંસેવકો યુક્રેન-પોલેન્ડની સરહદ પાસેના રેસ્ઝો નગરમાં પહોંચીને અસરગ્રસ્તોની સેવામાં લાગી ગયા છે. સરેરાશ ૮૦૦ થી ૧૦૦૦ લોકોને શાકાહારી ગરમ ભોજન આપીને આ સ્વયંસેવકો તેમની આંતરડી ઠારી રહ્યા છે. કારમી ઠંડીમાં માઇનસ ત્રણ કે ચાર ડિગ્રી તાપમાન વચ્ચે દિવસોના દિવસો સુધી ચાલીને આવેલા ભારતીય વિદ્યાર્થીઓને અહીં ગરમ ભારતીય ભોજન મળતાં તેઓ રાહતનો હાશકારો અનુભવે છે. કેટલાક વિદ્યાર્થીઓ પોતાનો સામાન ઊંચકીને એક દિવસમાં ૪૦ થી ૫૦ કિલોમીટર અંતર ચાલીને અહીં સુધી પહોંચ્યા છે. તેમની આ દયનિય હાલત જાેઈને સંસ્થાના સ્વયંસેવકો પણ ભાવુક થઈ ગયા હતા. પરિવારના સભ્યોની જેમ સ્નેહપૂર્વક ગરમ અને ભારતીય ભોજન તેમજ હૂંફ આપીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્વયંસેવકો વિદ્યાર્થીઓની નવી જિંદગી આપી રહ્યા છે. ભારત સરકાર વતી ભારતીય રાજદૂતાવાસે ત્યાંની પ્રસિદ્ધ હોટલોમાં કોન્ફરન્સ રૂમમાં અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા કરી આપી છે. બીએપીએસ સંસ્થાની સેવા કે તેમને આત્મીયતા પૂર્વક મદદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિશ્વમાં જ્યારે જ્યારે પણ આવી પ્રકૃતિ કે માનવ સર્જિત આપત્તિઓ આવી પડે ત્યારે આપત્તિગ્રસ્તોની સેવામાં મોખરે રહીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા હંમેશા લોકોને મદદ એ આવી પહોંચે છે. ત્યારે ફરી એક વખત હાલના સમયે પણ પોલેન્ડ ખાતે ભારતીય વિદ્યાર્થીઓ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની ટાણાની સેવાથી રાહતનો અનુભવ કરીને વિદ્યાર્થીઓ અને ભારતમાં વસતા તેમના પરિવારજનો સંસ્થાના સ્વયંસેવકોનો હદયપૂર્વક આભાર માની રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!