માંગરોળ જામિઅહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક જલસો ઉજવાયો

0

માંગરોળના મૌલાના અ. કાદીર ઉદયાની સરપરસ્તીમાં ચાલતા છોકરીઓનો મદ્રેસો જામિયહ રૌઝતુસ્સાલીહાતનો વાર્ષિક ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હતો. આ પ્રોગ્રામમાં મદ્રેસાની તાલિબાતએ નાત, નઝમ, તકરીરો અને નાટકો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ વર્ષે રૌઝતુસ્સાલીહાતમાંથી આલિમા થનાર ત્રેવીસ (૨૩) તાલિબાત(વિધાર્થીનિઓ)ને પ્રમાણપત્રો અને ઈનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત બોલિવૂડની મશહુર અદાકારા ષના ખાને રૌઝતૂસ્સાલિહાતના વિશાળ મેદાનમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત હીજાબધારી મહિલાઓને સંબોધતા જણાવ્યું હતું કે, ‘શુકૂન’ ત્યારે જ અનુભવી શકાય કે, જ્યારે આપણે એ જાણતા હોઈએ કે શુકૂન શું નેઅમત છે! મે મારા જીવનમાં ઘણા બધા બદલાવ લાવ્યા પછી મને શુકૂનનો અનુભવ થયો કે, શુકૂન શું ચિઝ છે. મદ્રેસાનો માહોલ જાેઈને દિલમાં એક અજીબ શુકૂન મહેસુસ થાય છે. ઈન્શાન જ્યારે અલ્લાહનો રાહ પકડે છે ને, ત્યારે અલ્લાહ તેમને અઢળક નેઅમતોથી નવાઝે છે. દૂનિયા અને આખેરતમાં પણ એમ બંને જહાનથી નવાઝે છે. મારી જીંદગીમાં જે બદલાવ આવ્યા એના પહેલા મેં સ્વપ્નમાં પણ નહોંતુ વિચાર્યું કે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત બહેનો સામે હું ષના ખાન અલ્લાહની વાહદાનિયત બયાન કરીશ!. અલ્લાહ દરેક વસ્તુ પર કાદીર છે. અલ્લાહે જ મને આટલી મોટી ઈજ્જત આપી.  હીજાબ ઉપર જાેર આપતા ષના ખાને જણાવ્યું હતું કે, મહિલાઓને સંપૂર્ણ હીજાબ કરવો ફર્ઝ છે પરંતુ આપણે દરેક કામ હીકમતથી કરવાનું છે. તેમણે જણાવ્યું કે હીજાબને લઈને હું પણ ઘણી ચિંતિત હતી કે, હું કેવી રીતે કરી શકીશ ! ત્યારે મેં એક બયાન સાંભળ્યું કે, ઈન્શાન જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પૂરૂષને કફનના ત્રણ કપડામાં લપેટે છે. જ્યારે સ્ત્રીને પાંચ કપડામાં લપેટવામાં આવે છે. કે જેથી એમના જીસ્મનો કોઈ સેપ દેખાય નહીં. ઔરતનું માથું પણ કપડાથી બાંધીને ઢાંકવામાં આવે છે. જ્યારે જીસ્મ મુરદાર થઈ જાય પછી એની શું વેલ્ય ુ? શુંએ લાશને પણ કોઈ બૂરી નજરથી જાેઈ શકે છે ? “કદાચ દૂનિયમા હયાત મર્દોની અને ઔરતોની ગૈરત મરી ગઇ હોય પરંતુ ત્યારે પણ અલ્લાહની ગૈરત બાકી રહે છે કે, ઔરતની લાશને પણ કોઈ ગેરમર્દ દેખે નહીં ” આ જે શબ્દો હતા તે મારા દિલ દિમાગ ઉપર એટલા ઉંડાણપૂર્વક અસર કરી ગયા કે એજ દિવસે મે નક્કી કરી લીધું કે હવે પછી હું ક્યારેય મારૂ માથુ ખુલ્લું નહી રાખૂર તેમણે હીજાબમાં સલામતી અને હીજાબની ખૂબસુરતી વર્ણવી દરેક બહેનોને હીજાબ અપનાવવા અહવાન કર્યુ હતું.  આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે બોલિવૂડની મશહુર અદાકારા ષના ખાન તેમના પતિ મુફતી અનસ અને તેમની ટીમ તેમજ સંસ્થાના જીમ્મેદારો ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામનું સંપૂર્ણ સંચાલન મદ્રેસાની આપાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામને સફળ બનાવવા મદ્રેસાની સદરે મોઅલ્લીમા શાકીરા આપા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. પ્રોગ્રામમાં હજારોની સંખ્યામાં મહિલાઓનું ઘોડાપુર ઉમટી પડયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!