કરબલાના મહાન શહીદ હઝરત ઈમામ હુસેન (રદી.)ની વિલાદત પ્રસંગે કોડીનારમાં હિન્દુ – મુસ્લિમોની એકતા રેલી નીકળી

0

કરબલાના મહાન શહીદ હઝરત ઈમા હુસેન રદી.ની વિલાદત (જન્મ દિવસ) પ્રસંગે  કોડીનાર શહે૨માં હિન્દુ-મુસ્લિમ દ્વારા ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોડીનાર બુખારી મોહલ્લા સમાજ અને બુખારી સૈયદ ધર્માદારો.ભા.ટ્રસ્ટ દ્વારા હઝરત ઇમામ હુસેન રદી.ના જન્મ દિવસના મુબારક દિવસે શહેરની એકતા અને ભાઈચારા માટે બુખારી મોહલ્લામાંથી મૂળદ્વારકા રોડ સ્થિત કરબલા સુધી ભવ્ય એકતા રેલી કાઢવામાં આવી હતી. આ એકતા રેલીમાં ભાજપ અગ્રણી રામભાઈ વાઢેળ, પૂર્વ ધારાસભ્ય ધીરૂભાઈ બારડ,  કોંગ્રેસ અગ્રણી રોહિતભાઈ વાઝા, ધીરૂભાઈ ગેંગદેવ, અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ બાલુભાઈ ચુડાસમા, પાલિકા સભ્ય ભરતભાઈ કાતીરા, ગુજરાત પ્રદેશ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ જીશાનભાઈ નકવી, મૌલાના અઝગર મહેંદી, સૈયદ દાદાબાપુ કાદરી, હાજી રફીકભાઈ જુણેજા, બશીરભાઈ શેખ પટેલ, ખુરશીદભાઈ ત્રવાડી સહિત હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણી આગેવાનો સહિતના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કોમી એકતા અને ભાઈચારાનો સંદેશ પાઠવ્યો હતો. અંદાજે બે  કિ . મી . જેટલું રૂટ ધરાવતી એકતા રેલીનું અનેક ઠેકાણે સરબત તેમજ ઠંડા પીણાં સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર એકતા રેલી દરમ્યાન પી. આઈ.આહિર, પી.એસ.આઈ.ડાંગર અને પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવી સુંદર કામગીરી કરતા સમગ્ર મુસ્લિમ સમાજ વતી જીશાનભાઈ નકવીએ પોલીસ તંત્રનો વિશેષમાં આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!