સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢની યુવા સમીતીની રચના

0

સિંધી રીયાસત જનરલ પંચાયત જૂનાગઢનાં સર્વાંગી વિકાસ માટે અંબીકાનગર જનરલ પંચાયતની વાડીમાં પંચાયતના પ્રમુખ વિરભાન નિર્ભયદાસ આહુજાનાં અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલ હતી. જેમાં તમામ હોદેદારો/સલાહકાર સમીતીનાં સભ્યો/કારોબારી સભ્યો તેમજ રીયાસત પંચાયતનાં તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહેલ હતાં. તેમાં સમાજનાં વિકાસ માટે સમસ્ત જૂનાગઢ શહેરમાં યુવા સમીતીની રચના કરવામાં આવેલ હતી. જેમાં પ્રમુખ અંકિત કિશોરભાઈ મદનાણી, ઉપપ્રમુખ ધર્મેન્દ્રભાઈ નારીભાઈ નંદવાણી, કમલેશ ઠાકુમલ ખંડેરીયા, મહામંત્રી મનીશકુમાર લાલચંદાણી, નરેશકુમાર પરમાનંદ વધવા, મંત્રી સંતોષકુમાર હુંદલાણી, સુરજ રમેશભાઈ પંજાબીની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. તેમજ સિંધી પંચાયતની એક સોશ્યલ મીડીયા કમીટીની પણ રચના કરવામાં આવેલ હતી જેમાં વિજયભાઈ હરેશભાઈ મોટવાણી, અજયકુમાર રાજકુમાર વાસવાણી, સાગરકુમાર ધીવાણી, હીતેશ રમેશકુમાર મેલવાણી, તરૂણ નરોતમભાઈ દુબેની સર્વાનુમતે વરણી કરેલ હતી અને તમામ યુવા સમીતીનાં નવા વરાયેલા તમામ હોદેદારોનું ફુલહારથી સન્માન કરવામાં આવેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!