ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત પૂ.પટેલબાપુની પૂણ્યતિથિ ઉજવાઈ

0

જૂનાગઢ ઉપલા દાતારની જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત શ્રી પૂજ્ય પટેલબાપુની પુણ્યતિથિની ભકિતભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.  આ પ્રસંગે દાતારની જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા પૂજ્ય પટેલ બાપુની સમાધિ ઉપર વિવિધ પવિત્ર  દ્રવ્યો જેવા કે દૂધ, અત્તર, ગંગાજળ, અબીલ, ગુલાલ, ગુલાબજળ વગેરેથી વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર દાતારની જગ્યાને દ્રાક્ષ તેમજ રંગબેરંગી પુષ્પો દ્વારા  સુશોભિત કરવામાં આવી હતી.આ પ્રસંગે ખુબજ બહોળી સંખ્યામાં દાતાર સેવકો અને ભક્તજનો ઊમટી પડ્યા હતા અને જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા પધારેલા તમામ ભક્તજનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પ્રસાદ આરોગી સર્વે ભક્તજનો ધન્ય બન્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!