લોકોને આરોગ્ય વિષયક સેવાઓ મળી રહે તે માટે અને કોરોના મહામારી તેમજ હાલના ઝડપી યાંત્રિક સમયગાળામાં વધતા જતા બિન સંચારી રોગ(ડાયાબીટીસ) જેવા રોગોની અટકાયત માટે છેવાડાના ગામો સુધી લોકોને નિદાન અને સારવાર મળી રહે તે માટે ગીર-સોમનાથમાં ૧૫માં નાણાંપંચ અંતર્ગત ૧૧ ટર્બોડાઇન એ.સી. મશીન આરોગ્ય વિભાગને જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલેના હસ્તે જિલ્લા પંચાયત ભવન, ઈણાજ ખાતે અર્પણ કરયા હતા. જિલ્લાના ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૩ પેટા આરોગ્ય કેન્દ્રો ઉપર કુલ મળી ૧૧ ટર્બોડાઈન આવ્યા છે. આ મશીનની મદદથી કોરોનામાં જરૂરી જણાતા એવા ટેસ્ટ (ડી-ડાઈમર, સી.આર.પી, ફેરીટીન) તેમજ ડાયાબીટીસની જાણકારી મેળવવા માટેનો ખુબ જ ઉપયોગી એવો ૐમ્છ૧ઝ્ર(ત્રણ મહીનાની સરેરાસ સુગર લેવલ) રીપોર્ટ આ ૧૧ આરોગ્ય કેન્દ્રો ઉપર જાહેર જનતા માટે નિઃશુલ્ક કરવામાં આવશે. આ તકે ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડો. અરૂન રોય, ડો. દિપક પરમાર, ડો. કે.બી. નીમાવત, ડો. દીવ્યેશ ગોસ્વામી સહિત પી.એચ.સી., સી.એચ.સી.ના આરોગ્ય અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews