ખંભાળિયાના સલાયાનો શખ્સ પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતા ઝડપાયો

0

ખંભાળિયા તાલુકાના સલાયા ખાતે રહેતા એક મુસ્લિમ વાઘેર શખ્સને એસ.ઓ.જી. પોલીસે સરકાર પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતા ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા તાલુકાના સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર સલાયાના હૂસેની ચોક, ભીમ પાડો વિસ્તારમાં રહેતો રમીઝ ઈશાભાઈ ઈસ્માઈલ ગજીયા નામનો ૨૫ વર્ષનો મુસ્લિમ વાઘેર શખ્સ તેની રમીઝ સિલેક્શન નામની દુકાનમાં ભારત સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવેલી ઇલેક્ટ્રોનિક સિગારેટનું વેંચાણ કરતો હોવાની બાતમી પેટ્રોલિંગ દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફને મળતા આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ચેકિંગ દરમ્યાન રમીઝના કબ્જામાંથી ઇલેક્ટ્રોનિક સિગારેટના પેકેટ, લિક્વિડ ફ્લેવર્સની બોટલો વિગેરે મુદ્દામાલ સાંપડ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૧૨,૬૫૦ના મુદ્દામાલ સાથે રમીઝ ઈશા ગજીયા (ઉ.વ.૨૫)ની અટકાયત કરી, તેની સામે ધ પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ વિગેરે કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!