જૂનાગઢ શહેરમાં દાણાપીઠ વિસ્તારમાં આવેલી આંગણવાડીની ઓફીસમાં નોકરી કરતા એક મહિલાને તેના પતિએ આંગણવાડી ઓફીસમાંથી બહાર ઢસેડી અને પોતાની પાસે રહેલી બંદુકમાંથી બે રાઉન્ડ ફાયરીંગ કરી જીવલેણ ઈજા કર્યાનો બનાવ ગઈકાલે બપોરનાં સમયે બનવા પામતા આ બનાવને પગલે ચકચાર જાગી ઉઠી હતી અને બનાવને સ્થળે લોકોનાં ટોળા ઉમટી પડયા હતા. આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાત ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. હુમલો કરનાર આરોપી વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ આ પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલ આંગણવાડી ની ઓફિસમાં નોકરી કરતા ફરિયાદી સ્મિતાબેન નલિનચંદ્ર પરમાર જાતે સલાટ ઉવ. ૩૪ રહે. ચંદનપાર્ક સોસાયટી, છગનમામાની સોસાયટી પાસે, ગિરનાર દરવાજા, જૂનાગઢ ઉપર બપોરના અઢી પોણા ત્રણ વાગ્યાના સુમારે આરોપી તેના પતિ મનીષભાઈ હરેશભાઈ પટેલ જાતે વાણિયા ઉવ. ૩૪ રહે. કોલેજ રોડ, શ્રીનાથજી કોમ્પલેક્ષ, જૂનાગઢ દ્વારા પોતાના લાયસન્સ વાળા ૧૨ બોર હથિયારમાંથી ફાયરિંગ કરી, ઈજા પમાડી, ખૂનની કોશિશ કરવામાં આવતા, ફરિયાદીની ફરિયાદ આધારે ખૂનની કોશિષનો ગુન્હો નોંધી, એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. ગઈકાલે બપોરના સમયે દાણાપીઠ ખાતે આવેલ આંગણવાડીની ઓફીસ ખાતે ફાયરિંગ થયેલ અંગેના મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ મારફતે મળતા, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પો.ઇન્સ. એમ.એમ. વાઢેરના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ. કે. પરમાર, એ.બી . દતા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. પંકજભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, સહિતની પોલીસ ટીમ તાત્કાલિક બનાવવાળી જગ્યાએ પહોંચતા, આરોપી પતિ મનીષ પટેલ ફરિયાદી પત્ની ઉપર હુમલો કરવાનું ચાલુ જ હોય, પોલીસ ટીમ દ્વારા જાેખમ ઉઠાવી, આરોપી મનીષ પટેલને ૧૨ બોર હથિયાર સાથે રાઉન્ડ અપ કરવામાં આવેલ હતો અને ગંભીર ઈજા પામનાર ફરિયાદી સ્મિતાબેન પરમારને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ હતા. જાે પોલીસ તાત્કાલિક સમયસર પહોંચેલ ના હોત તો, આરોપી પતિ મનીષ પટેલ દ્વારા પત્ની સ્મિતાબેન પરમારનું ખૂન કરી નાખવામાં આવત. આમ, પોલીસ ટીમ દ્વારા સમયસર તાત્કાલિક પહોંચી, આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવતા, ફરિયાદીની જિંદગી બચી ગયેલ હતી. આ ગુન્હામાં રાઉન્ડ અપ કરવામાં આવેલ આરોપી મનીષ હરેશભાઈ પટેલ જાતે વાણિયાની જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર, પીએસઆઈ એ. કે. પરમાર, એ.બી . દતા તથા સ્ટાફના એ.એસ.આઇ. રવિરાજસિંહ, હે.કો. પંકજભાઈ, વિક્રમસિંહ, મોહસીનભાઈ, સંજયભાઈ, દિનેશભાઈ, કલ્પેશભાઈ, પ્રવીણભાઈ, સહિતની પોલીસ ટીમ દ્વારા સઘન પ્રાથમિક પૂછપરછ કરતા પકડાયેલ આરોપી મનીષ પટેલ આર્મીમાં મેડિકલ કોર છસ્ઝ્ર રેજીમેન્ટમાં મેરઠ ઉતરપ્રદેશ ખાતે નાયક તરીકે નોકરી કરે છે. પોતાના ઈજા પામનાર સ્મિતાબેન પરમાર સાથે સને ૨૦૧૪ ની સાલમાં લગ્ન થયેલાં હતા અને સંતાનમાં પુત્ર આરવ ઉવ. ૦૭ છે. લગ્નજીવન દરમ્યાન પતિ પત્ની વચ્ચે મતભેદ થયેલાં પરંતુ, સમજાવટ કરીને પત્ની પોતાના ઘરે લાવેલ હતા. ફરીથી છેલ્લા ૬-૭ મહિનાથી મતભેદ થતાં, પત્ની સ્મિતાબેન પોતાના માતાપિતાના ઘરે ચાલી ગયેલ હતી. આરોપીના કુટુંબમાં મરણ થતાં, આરોપીને પોતાના યુનીટમાંથી રજા નહિ મળતા છેલ્લા બે માસથી વગર રજાએ જૂનાગઢ આવી ગયેલ હતો. આ બે મહિના દરમ્યાન આરોપી દ્વારા પોતાની પત્નીને બોલાવવા પ્રયત્નો કરતા અને પોતાના સંતાનને મળવા મોકલવા જણાવતા, પોતાની પત્ની કે સંતાન મળવા આવેલ ના હતા. પોતાની પત્ની આંગણવાડીમાં નોકરી કરતી હોય, ગઈકાલે પોતે રજા ઉપરથી હાજર થવાનો હોય, પોતે પત્ની અને પુત્રને પ્રેમ કરતો હોય, જીવનમાં પોતાને દગો કર્યો હોય, પોતાની લાગણીને મજાક બનાવેલ હોય, પુત્રને મળવા દેતી ના હોય, જિંદગી બગાડી નાખી હોવાનું જણાવી, નોકરીની જગ્યાએ આંગણવાડી દાણાપીઠ ખાતે જઈને બહાર બોલાવી, ફાયરિંગ કરી, હથિયારના બટ વડે પગમાં ઈજા કરી, ફ્રેકચર કરવામાં આવેલાની કબૂલાત કરવામાં આવેલ છે. હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા સ્મિતાબેનની ફરીયાદને આધારે મનીષભાઈ હરેશભાઈ પટેલ વિરૂધ્ધ ખૂનની કોશિષનો ગુન્હો નોંધી, આરોપીને કોવિડ ટેસ્ટ કરાવી, ધરપકડ કરવા, વધુ તપાસ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ.વાઢેર તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews