ધર્મેન્દ્રસિંહજી આર્ટ્‌સ કોલેજ,  રાજકોટ અને વિશ્વભારતી સંસ્થાન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી

0

તારીખ ૮ માર્ચ ૨૦૨૨ના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્‌સ કોલેજના ગુજરાતી વિભાગ અને કોલેજના મહિલા સેલ દ્વારા મહિલા દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જસુબેન બકરાણીયા, વનિતાબેન રાઠોડ, ધર્મેન્દ્રસિંહજી આર્ટ્‌સ કોલેજના જાગૃતિબેન વ્યાસ તથા નવોદિત કવયિત્રી મેમરીયા રિદ્ધિ, ભોજવિયા તુલસી, તેરૈયા રશ્મી તથા માતૃશ્રી વીરબાઇ મહિલા કોલેજની વિદ્યાર્થીઓ પીઠડીયા કાવ્યા અને બલાસરા પીનલ વગેરે દ્વારા કાવ્ય પઠન કરવામાં આવેલું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ રિમાબેન ઝાલાનું માલતીબેન પાંડે દ્વારા પુષ્પ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાત ડો. જસ્મીના સારડાએ વક્તાનું સ્મૃતિ ચિન્હ ભેટ આપી અભિવાદન કર્યું હતું. જ્યારે મહિલા સેલના સભ્ય ડો. ક્રિષ્નાબેને કાર્યક્રમના અધ્યક્ષ રિમાબેન ઝાલાનો  પરિચય આપ્યો હતો. ત્યારબાદ સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક અને મહિલા સેલના સભ્ય ડો. જયાબેન વાઢેળ દ્વારા મહિલા દિવસ નિમિતે સામાજિક સમાનતા ઉપર પોતાના  વિચારો વ્યક્ત કર્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ અને વક્તા રિમાબેન ઝાલાએ “સ્ત્રી સશક્તિકરણ અને કારકિર્દી” અંગેનું મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. ડો. જીગ્નેશ ઉપાધ્યાય પુરૂષોની દ્રષ્ટિએ સ્રી સન્માન વિષે હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય તહેવાર નિમિતે મતદાન જાગૃકતા અંગે જાેનલ ઓફિસર ડો. ફારૂખ ખાન, કોલેજના ડેજીગ્નેટેડ ઓફિસર ડો. ભાવેશ બી. કાછડિયા તેમજ પ્રો. રિતેશભાઇ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને નિષ્પક્ષ અને જાગૃત નાગરિક તરીકે  મતદાન કરવા શપથ લેવડાવ્યા હતા. અંતે ડો. જસ્મીના સારડાએ અતિથિ તેમજ ઉપસ્થિત સર્વે અધ્યાપકો અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હંસા ગુજરીયાએ કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કોલેજના આચાર્ય એ.એસ. રાઠોર, ડો. જીજ્ઞેશ ઉપાધ્યાય, રિતેશ પટેલ, ડો. હર્ષિદા જાગોદડિયા, ડો. જાગૃત્તિ વ્યાસ, ડો. કલ્યાણી રાવલ, ડો. રાજેશ્રી વાઝા, ડો. કિરણ વાડોદરિયા, ડો. જીગ્નેશ કાચા, ડો. ભાવેશ બી. કાછડીયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!