Wednesday, March 29

આંતરરાષ્ટ્રીય મહિલા દિન પ્રસંગે કેડી હોસ્પિટલની અનોખી “નો-ઓબેસ” ઝૂંબેશ

0

ભારતમાં ૧૩૫ મિલિયનથી વધુ લોકો મેદસ્વિતાથી પિડીત છે. આ સંખ્યા અમેરિકા અને ચીન પછી ત્રીજા નંબરે છે. અતિશય મેદસ્વીતાની સારવાર માટે બેરિયાટ્રીક સર્જરી ખૂબ અસરકારક માનવામાં  આવે છે. તેનાથી મેદસ્વીતાને કારણે થતી અન્ય તકલીફો તથા  મૃત્યુંદરમાં ઘટાડો થાય છે. તદઉપરાંત વજનમાં ઘટાડો લાંબા સમયગાળા માટે થાય છે. હાલની ઓબેસિટી ગાઈડલાઇન્સ બોડી માસ ઈન્ડેક્સ(બીએમઆઈ) તથા મેદસ્વિતાને કારણે થતા રોગોને આધારે બેરિયાટીક સર્જરીની ભલામણ કરે છે. ભારતમાં વર્ષ ૧૯૯૯માં પ્રથમ બેરિયાટીક સર્જરી કરવામાં આવી હતી. તે પછી બેરિયાટીક સર્જરીની સંખ્યા ક્રમશઃ વધતી ગઈ છે, જે એક નોંધપાત્ર ગતિવિધી છે, કારણ કે તેનાથી ભારતીય સમાજમાં મેદસ્વિતા – એક રોગ તરીકેનીજાગૃતિ અને સ્વિકાર્યતા વધી છે. આ વિચારધારાને અનુસરીને કેડી હોસ્પિટલ, અમદાવાદે નો-ઓબેસિટી ઝૂંબેશ હાથ ધરીને આંતરરાષ્ટ્રિય મહિલા દિને(૮ માર્ચ) રાહત દરે ૮ બેરિયાટીક સર્જરી કરી છે. આ સર્જરીનું અનોખું પાસું એ છે કે, આ તમામ દર્દીઓ મહિલાઓ હતી. અમારો મુખ્ય ઉદ્દેશ મહિલાઓના આરોગ્યને અગ્રતા આપીને મેદસ્વિતા અંગે જાગૃતિ વધારવાનો છે. ઘણી વખત ઘરના રોજબરોજના કામકાજ વચ્ચે મહિલાઓ પોતાના આરોગ્યને અવગણે છે અને ગંભીર બિમારી તરફ ધકેલાય છે. આ સ્થિતિમાં પીસીઓડી(પોલિસિસ્ટીક ઓવેરિયન ડીસીઝ), ડાયાબિટીસ, હૃદય રોગ, ડીસ્પનીઆ(શ્વાસ લેવામાં તકલીફ) અને અન્ય ઘણી બધી શારીરિક તકલીફોનો સમાવેશ થાય છે. અમદાવાદની કેડી હોસ્પિટલ ખાતેના “નો-ઓબેસિટી”ના ડાયરેક્ટર તથા સિનિયર કન્સલ્ટન્ટ ડો. મનિષ ખેતાને તેમની ટીમ સાથે ઉપરોક્ત અનોખી પહેલને સફળતાપૂર્વક પાર પાડેલ છે. તેઓએ આ અગાઉ એક જ દિવસમાં ૩૦ બેરિયાટીક સર્જરી પણ સફળતાપૂર્વક કરેલ છે. ડો. ખેતાન સફળતાપૂર્વક ૭,૦૦૦થી વધુ બેરિયાટીક સર્જરી કરવાનો વિસ્તૃત અનુભવ ધરાવે છે. તે દ્રઢપણે માને છે કે સ્થૂળતા અને બેરિયાટીક સર્જરી અંગેની જાગૃતિ એ સારવારનો એક યોગ્ય વિકલ્પ છે. ડો. ખેતાન જણાવે છે કે, “અમારૂ માનવું છે કે, તંદુરસ્ત જીવનશૈલી માટે પરિવારમાં દરેકની તંદુરસ્ત જીવનશૈલી વિકસાવવા માટે મહિલાનું આરોગ્ય ખૂબ જ જરૂરી બની રહે છે. આથી લોકોને બેરિયાટીક સર્જરી વડે સ્થૂળતાની સારવાર કરાવવા માટે જાણકારી આપવી જરૂરી છે. કેડી હોસ્પિટલમાં આ બેરિયાટીક સર્જરી ૩૨ થી ૬૫ બીએમઆઈ(બોડી માસ ઈન્ડેક્સ)ની રેન્જ ધરાવતા તથા ૨૫ થી ૬૫ વર્ષની ઉંમરના  દર્દીઓને કરવામાં આવી છે, જેમાં દર્દીનું સૌથી વધુ વજન ૧૬૦ કી.ગ્રા. હતું.” કેડી હોસ્પિટલના મેનેજીંગ ડિરેક્ટર ડો. અદિત દેસાઈએ આ મુદ્દે પ્રકાશ ફેંકતા જણાવ્યું હતું કે, “આપણાં દેશમાં મહિલાઓએ અને ખાસ કરીને જે મહિલાઓ નિયમિતપણે મેદસ્વિતાના પરિણામોનો સામનો કરી રહી છે તેમણે તેમના આરોગ્યની બહેતર કાળજી લેવાની જરૂર છે. આ વર્ષે કેડી હોસ્પિટલ ખાતે અમે ૮ મહિલાઓ પસંદ કરી હતી, જે વધુ વજનને કારણે નડતા ભારે અવરોધનો સામનો કરીને વજન ઘટાડવામાં સફળ થઈ છે. અમારા તમામ પ્રયાસો સમાજમાં મેદસ્વિતા અંગે જાગૃતિ વધારવા માટેના છે.” કેડી હોસ્પિટલ(કુસુમ ધીરજલાલ હોસ્પિટલ) એ ૬ એકરના સંકુલમાં પથરાયેલું અને ૩૦૦થી વધુ પથારીની સગવડ ધરાવતું તેમજ ૪૫ સુપર સ્પેશ્યાલિસ્ટની સર્વિસ પૂરી પાડતી મલ્ટી/ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ છે. આ હોસ્પિટલ સૌથી વધુ નેશનલ એક્રેડિએશન ધરાવે છે, જેમાં એનએબીએચ, લેબોરેટરી સર્વિસીસ માટે એનએબીએલ, એનએબીએચ નર્સિંગ એક્સેલન્સ, એનએબીએચ ઈમર્જન્સી સર્વિસીસ અને એનએબીએચ બ્લડ બેંકનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!