સત્યમ સેવા યુવક મંડળ દ્વારા મહિલા દિનની અનોખી ઉજવણી : બે દીકરીઓનાં લગ્ન કરાવી આપ્યા

0

જૂનાગઢ ખાતે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા બે ભોંય જ્ઞાતિની દીકરીના ઘડિયા લગ્ન લઈ પરણાવી મહિલા દિનની અનોખી ઉજવણી કરવામાં આવેલ હતી. ભોંય સમાજની અતિ જરૂરીયાતમંદ દીકરી કે જે જ્યોતિબેન ચુડાસમા તથા આરતીબેન કે જેના પિતાજી પથારીવશ હોય અને ખુબ જ બીમાર હોય અને તાત્કાલિક લગ્નનું આયોજન કરવામાં આવેલ હોય અને સત્યમ સેવા યુવક મંડળને જાણ કરતા આ બંને દીકરીઓને આંતરરાષ્ટ્રીય મહિલા દિને સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે ૪૫ જેટલી કરિયાવરની વસ્તુઓ આપી રંગે ચંગે સાસરે વળાવેલ હતી. જે ખરા અર્થમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે બટુકબાપુ, નાગભાઈ વાળા, પ્રભાબેન પરમાર, અજીતભાઈ ગોધવાણી, મગનભાઈ પરમાર, ચુડાસમાભાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહી બંને નવદંપતિઓને આશીર્વાદ આપેલ હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, શાંતાબેન બેસ, કે.કે. ગોસાઈ, જાેગલભાઈ, મનહરસિંહ ઝાલા, અલ્પેશભાઈ પરમાર, કેતનભાઇ નાંઢા, સરોજબેન જાેશીએ સફળ બનાવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!