જૂનાગઢમાં કન્યા છાત્રાલય ખાતે સેમિનાર યોજાયો

0

જૂનાગઢના જાેશિપુરા વિસ્તારમાં આવેલા ડો. ગોધાણી કન્યા છાત્રાલય ખાતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એસ. પટેલની ઉસ્થિતિમાં બીડિવિઝન ખાતે ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારી દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પીઆઈ રિન્કેશ પટેલ દ્વારા વર્તમાન સમયમાં વિદ્યાર્થીનીઓને સોશ્યલ મીડિયામાં પોતાની ગુપ્તતા જાળવવા તથા સાયબર ગુનાના કિસ્સામાં પોલીસની મદદ લેવા તાકીદ કરી હતી. મહિલાઓને પ્રોત્સાહિત કરવા રમતગમતમાં વિજેતા દીકરીઓને સન્માન પત્રકો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કન્યા છાત્રાલયના શિક્ષકો, પ્રિન્સિપાલ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ  રિન્કેશ પટેલ, મહિલા પીએસઆઇ આંબલીયા સહિતની મહિલા પોલીસ કર્મીઓએ વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!