જૂનાગઢમાં રવિવારે શૈક્ષણિક સેમિનાર યોજાશે

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જૂનાગઢ જીલ્લા સંચાલક મંડળ ગ્રાન્ટેડ, નોનગ્રાન્ટેડ તથા જીલ્લા માધ્યમિક શિક્ષક સંઘનાં સંયુકત ઉપક્રમે તા. ૧૩ માર્ચ રવિવારનાં રોજ સવારે ૯ કલાકે સોરઠ ઈન્ટરનેશનલ સ્કુલ વાડલા ફાટક, જૂનાગઢ ખાતે શૈક્ષણિક સેમિનાર યોજાનાર છે. જેનું ઉદઘાટન જીલ્લા ભાજપનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ કરશે. અને અધ્યક્ષ સ્થાને સાંસદ રાજેશભાઈ ચુડાસમા ઉપસ્થિત રહેશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા તથા મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ભીખાભાઈ જાેષી, ડે. મેયર ગિરીશભાઈ કોટેચા, હરેશભાઈ પરસાણા, પુનિતભાઈ શર્મા, પ્રદિપભાઈ ખીમાણી વગેરે ઉપસ્થિત રહેશે. આ સેમીનારમાં પ્રિયવદનભાઈ કોરાટ, હસમુખભાઈ પટેલ, જશવંતભાઈ રાવલ, રણવિરસિંહ પરમાર સહીતનાનું વિશિષ્ટ સન્માન કરાશે. આ કાર્યક્રમને સફળ બનાવવા આર.એસ. ઉપાધ્યાય, નિલેશભાઈ સોનારા, અશ્વીનભાઈ ચાવડા, નરસિંહભાઈ માંડવીયા સહીતનાં જહેમત ઉઠાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!