જાંબુર-ગીરના શહેનાઝ લોબીએ ૧૨ વખત ગોળાફેંકમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

0

જંબુર-ગીરના વતની અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક ગોળાફેંક સ્પર્ધાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ પોતાના કૌવતનો પરિચય શહેનાઝ લોબીએ કરાવ્યો છે. શહેનાઝબેને છત્તીસગઢના રાયપુર ખાતે ગોળાફેંકમાં નેશનલ જુનિયર એક્થેલિક્ટમમાં બોન્ઝ મેડલ મેળવ્યો છે. ઉપરાંત હૈદરાબાદ, વિજયવાડા, દિલ્હી સહિતના શહેરમાં ૧૨ જેટલી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે. સીદી સમાજમાંથી આવતા શહેનાઝ બહેન કહે છે કે, રાજ્ય સરકાર તરફથી ધો-૮થી ડીએલએસએસ દેવગઢ બારીયા ખાતે વિનામૂલ્યે એથ્લેટિક્સની તાલીમ મેળવી રહી હતી. તેના પરિણામે ઘણી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરની સ્પર્ધામાં સફળતા મળી છે. શહેનાઝ લોબીની આ સિદ્ધિની જિલ્લા વહીવટી તંત્રએ નોંધ લઈ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉપલક્ષ્યમાં શાલ ઓઢાડી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. શહેનાઝ બહેન કહે છે કે, જાંબુર-તાલાળા સવિય અન્ય દુનિયા જાેઈ ન હતી. પણ રાજ્ય સરકારની તરફથી મારૂ દેવગઢ બારીયા ખાતેની જયદિપસિંહ સ્પોર્ટસ સંકુલમાં તાલીમ માટે પસંદગી કરતા, એથ્લેટિક્સમાં ઉચ્ચ સ્તરની તાલીમ મેળવાની સાથે શિક્ષણ મેળવ્યું હતું. અહિંયા રહેવા-જમવાની નિઃશુલ્ક વ્યવસ્થાની સાથે સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવતું હતું. જેથી મારી કારકર્દીનું સારૂ ઘડતર થઈ શક્યું છે, ત્યારે દરેક સમાજના દરેક વાલીઓને અનુરોધ કરીશ જાે પોતાના દિકરા-દિકરીઓને સ્પોર્ટસમાં રૂચિ હોય તો તેને રમતગમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!