જૂનાગઢ શહેરમાં બીયુ સર્ટીફીકેટનો મામલો ગરમાયો, વધુ કાર્યવાહી થાય તે પહેલા ઉચ્ચકક્ષાએથી ‘રૂક જાવ’નો આદેશ

0

જૂનાગઢ શહેરમાં સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન અને હાઈકોર્ટનાં આદેશ અનુસાર બીયુ સર્ટીફીકેટ તેમજ ફાયર એનઓસી અંગેની કાર્યવાહી મનપા તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસો થયા કરવામાં આવી રહી છે. અને આ કામગીરી અંતર્ગત જેઓની પાસે બીયુ સર્ટીફીકેટ ન હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવાની કામગીરી જાેરશોરથી ચાલી રહી છે. જેની સામે એક તબકકે તો ભારે રોષ વ્યાપી ગયેલો હતો. ગઈકાલે બાલાજી એવન્યુમાં કેટલીક હોસ્પીટલો, વ્યાપારી સંકુલોને બીયુ સર્ટીફીકેટનાં મામલે સીલ કરી દેવામાં આવતા જેને લઈને દર્દીઓ રજડયા હતાં. એટલું જ નહી ગાયનેક હોસ્પીટલો પણ બંધ થતાં એક તકે જે તે તબીબોએ પોતાનાં દર્દીઓની ઓપીડી રસ્તા ઉપર જ કરવી પડી હતી. બિલ્ડીંગોને સીલ મારવાનાં સીલસીલા અંતર્ગત લોકોમાં વ્યાપેલા આક્રોષને પગલે ઉકળતા ચરૂ જેવી સ્થિતિ સર્જાઈ હતી. વી આર્કેટનાં વેપારીઓએ ઉપવાસ શરૂ કર્યા હતાં. અને આજે એમજી રોડ બંધનું પણ એલાન અપાયું હતું. દરમ્યાન સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની ગાઈડલાઈન અનુસાર મનપા તંત્ર દ્વારા બીયુ સર્ટીફીકેટ સામેની જે કાર્યવાહી કરવામાં આવી હતી અને આ બાબતે ઉચ્ચકક્ષાએ રજુઆતો પણ થઈ છે. દરમ્યાન આધારભૂત રીતે એવું જાણવા મળે છે કે જેમની પાસે જરૂરી ડોકયુમેન્ટ ન હોય અને બીયુ સર્ટીફીકેટ ન હોય તેઓએ એપ્લાય થઈ જવું જાેઈએ. જેની સામે મનપા દ્વારા તાત્કાલીક અસરથી તેમને સર્ટીફીકેટ આપવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળે છે. ઉચ્ચકક્ષાએ રજુઆતો બાદ સંબંધીત અધિકારીઓને હવે આગળ નહી વધવા પણ સુચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢ શહેરના મોતીબાગ પાસે આવેલ બાલાજી એવન્યુમાં અનેક તબીબોની હોસ્પિટલે પણ સીલ મારી દેવામાં આવ્યા હતા. પરિણામે તબીબોએ રસ્તા ઉપર બેસીને દર્દીને તપાસવા પડ્યા હતા. જાે કે, મહાનગરપાલિકાની વ્હાલા દવલાની નિતી સાથેની કામગીરીને લઇને ભારે હોબાળો થયો હતો. બાદમાં બાલાજી એવન્યુમાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઇ પરસાણા દોડી ગયા હતા અને સીલ મારવાની કામગીરી કેન્સલ કરાવી દીધી હતી. આ મામલે બિલ્ડીંગ ધારકોને વધુ સમય આપવાની પણ માંગ કરી હતી. આ અંગેની મળતી વિગત અનુસાર ગઈકાલે જૂનાગઢ મહાનગર પાલિકાની ટીમ પહોંચતા જ તબીબોએ વિરોધ કર્યો હતો. બાલાજી એવન્યુમાં સીલ મારવા મનપાના અધિકારી પહોંચ્યાની જાણ થતાં મનપાનાં સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હરેશભાઈ પરસાણા તુરત દોડી ગયા હતા અને અધિકારીઓને તમામ લોકોની હાજરીમાં તતડાવી નાંખ્યા હતા. ત્યારબાદ વધુ ઓફિસોને સીલ મારતા અટકાવ્યા હતા. આ તકે તબીબોએ જણાવ્યું હતું કે હવે તો બસ થાય તો સારૂ છેલ્લા કેટલાય દિવસથી બીયુ સર્ટી મામલે થતી હેરાનગતિથી ડોકટરો ત્રાસી ગયા હતા. જૂનાગઢ શહેરમાં બીયુ સર્ટીફીકેટ અને ફાયર સેફટી અંગેની કાર્યવાહીને કારણે મામલો ગરમાયો છે. અને બિલ્ડીંગોને સીલ કરવાની કામગીરીની સામે રોષ પણ ઉઠવા પામ્યો હતો. દરમ્યાન ગઈકાલે એક તરફ ૮ માર્ચ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરાઇ રહી હતી. બીજી તરફ મહાનગરપાલિકાએ ગાયનેક હોસ્પિટલને સીલ મારી દેતા ડોકટરો મહિલા દર્દીને રસ્તા ઉપર જ સારવાર કરવા મજબૂર બન્યા હતા. તો કેટલાક તબીબોને ડિલેવરીના કેસ બીજી ખાનગી હોસ્પિટલમાં કે સિવીલમાં શિફ્ટ કરવા પડ્યા હતા. દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ અમીતભાઈ પટેલ પણ આ તકે દોડી આવ્યા હતાં. અને મનપાની કાર્યવાહી સામે રોષ વ્યકત કર્યો હતો. મહિલા દિવસની એક તરફ ઉજવણી થઈ રહી હતી. સાથે જ જૂનાગઢ શહેરમાં ગાયનેક હોસ્પીટલને સીલ કરી દેવાનાં બનાવનાં પગલે મહિલાઓનું ઘોર અપમાન થયું છે. છેલ્લા ઘણા વર્ષથી જે બિલ્ડીંગો ઉભા થઈ ગયા અને ત્યારપછી બીયુ સર્ટીફીકેટનાં નામે સીલ કરી કાર્યવાહી થઈ રહી છે તેની સામે આક્રોષ વ્યકત કર્યો હતો. મનપાની પોતાનાં બિલ્ડીંગનું પણ બીયુ સર્ટીફીકેટ નથી જેથી પહેલા પોતાનાં બિલ્ડીંગમાં સીલ મારી લોકોનો વિશ્વાસ સંપાદન કરવો જાેઈએ તેવો સૂર ઉઠયો હતો. અને આ અંગે વ્યાપક માંગણી પણ ઉઠવા પામી હતી. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ૬ દિવસથી મહાનગરપાલિકા દ્વારા વી આર્કેટ બિલ્ડીંગને ફાયર સેફ્ટી અને બીયુ સર્ટી માટે સીલ મારવામાં આવ્યું છે. બાદમાં તમામ કાર્યવાહી પુરી કરી હોવા છત્તાં સીલ ખોલવામાં ન આવતા વેપારીઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. અને  આજે બુધવારે પણ વેપારીઓ દ્વારા બંધ પાળવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!