જૂનાગઢ લો કોલેજ દ્વારા મહિલા દિવસે પરિસંવાદ-વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

0

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લો કોલેજ જૂનાગઢ ખાતે કોલેજના મહિલા પ્રાધ્યાપકોના અધ્યક્ષસ્થાને વર્કશોપ તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચ દ્વારા મહિલા દિવસની ઉજવણી શા માટે જરૂરી છે તે અંગે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. કોલેજના મહિલા પ્રાધ્યાપકો ડો. એન.જી. મહેતા, ડો. કલ્પનાબેન રાઠોડ અને કુ. મયુરીબેન ગોંધીયાએ પણ મહિલાઓના હકકો-અધિકારો તેમજ મહિલા સશક્તિકરણ વિષે વક્તવ્ય આપ્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. આ તકે જૂનાગઢ જૂનિયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેજભાઇ વેકરીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રો. રવિ પરમાર તેમજ કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!