કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર-સોમનાથ તથા આઇએફએચડી-અમરેલીના સંયુક્ત ઉપક્રમે હડમતીયા(ગીર) ખાતે તા.૮ માર્ચ ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેવીકેના પૂજાબેન નકુમ(વિષય નિષ્ણાંત-કૃષિ વિસ્તરણ)એ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું મહત્વ, વિવિધ ક્ષેત્રમાં મહિલાઓ માટે રહેલી તકો વિષે માહિતી આપી હતી. તેમજ આ તકે માતા જીજાબાઇ, રાણી લક્ષ્મીબાઇ અને કીરણ બેદી વગેરે વીરાંગાનાઓની વાત દ્વારા સ્ત્રીશક્તિના દર્શન કરાવ્યા હતા. ડો. હંસાબેન ગામી(વિષય નિષ્ણાંત-ગૃહ વિજ્ઞાન)એ ખેતીમાં મહિલાઓનો ફાળો, મહિલા ઉપયોગી ખેત ઓજારો, કેરીમાં મુલ્યવર્ધન ક્ષેત્રે રહેલી તકો વિષે માહિતીસભર વાત કરી હતી. જિતેંદ્રસિંઘ વરીષ્ઠ વૈજ્ઞાનીક અને વડાએ મહિલા બચત મંડળ અને તેના દ્વારા થતા ફાયદાઓ વિષય ઉપર પ્રકાશ પાડ્યો હતો. આઇએફએચડીના અધિકારી દીક્ષીતભાઇ તથા રામભાઇ લાખણોત્રાએ ઉપક્રમે આઇએફએચડી દ્વારા આરોગ્ય, આર્થિક ઉપાર્જન પ્રવૃતિ તેમજ મહિલઓને મુલ્ય વર્ધન સંબધીત(સોલાર ડ્રાયર વગેરે) ગ્રૃહ ઉદ્યોગ શરૂ કરવા માટે આઇએફએચડી દ્વારા આપવામાં આવતા સહયોગની ઉંડાણપૂર્વક વાત કરી હતી. આ કાર્યક્રમમાં ૬૦થી વધુ બહેનોએ હાજરી આપી પોતાનો રસ દાખવ્યો હતો. કાર્યક્રમના અંતે આઇએફએચડીના આર્થિક સહયોગ દ્વારા બહેનોને સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કેવીકેના હંસાબેન ગામી તથા પૂજાબેન નકુમે ભારે જહેમત ઉઠાવી હતી. જેના ઉપક્રમે આઇએફએચડીના અધિકારીઓ દ્વારા આ બંને બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.