ખંભાળિયાની કોલેજમાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયા ખાતે આવેલી કે.ટી. ગોકાણી કોલેજ ખાતે ગઈકાલે શુક્રવારે ચૂંટણીપંચની મતદાર જાગૃતિ અને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત વિવિધ સ્પર્ધાઓ અંતર્ગત માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત અહીંના દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી તરીકે જી.કે. રાઠોડ સાથે ચૂંટણી કર્મચારીઓ અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ તેમજ સ્ટાફને કેમ્પસ એમ્બેસેડર તથા ઈ.એલ.સી. ક્લબ મારફતે વિવિધ મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં સરકાર દ્વારા ચૂંટણી જાગૃતિ સંદર્ભે હાથ ધરાનાર વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં સહભાગી થવા આ સંસ્થાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપી, તેઓમાં રહેલી આવડત અને સૂઝ પ્રદર્શિત કરવા જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!