જામનગર શહેર ગ્રામ્ય આચાર્ય સંઘ તથા વહીવટી કર્મચારી સંઘ દ્વારા જામજાેધપુર નજીક આવેલા સિદસરના ઊમિયા ધામ ખાતે ત્રણ દિવસનો ગુરૂવારથી પ્રારંભ થયો છે. ઉમિયાધામના ટ્રસ્ટી નરશિંભાઈ માકડિયાએ દિપ પ્રાગટ્ય કરી અને શૈક્ષણિક વહીવટી અધિવેશનની પ્રથમ બેઠકનો પ્રારંભ કરાવ્યો હતો. જામનગર જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એમ.ડી. મકવાણા, શહેર પ્રમુખ સતીશ ડી. કરછલા તથા જામનગર જિલ્લા વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ આદેશકુમાર મહેતા સાથે કન્વીનર કેતનભાઈ વાછાણી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ આ અધિવેશનમાં જાેડાયા છે. ગઈકાલે શુક્રવારે ઉમિયા માતાજીની આરતી સાથે અધિવેશનનો પ્રારંભ થયો હતો. રાજ્યના આચાર્ય સંઘના અગ્રણીઓ, હોદ્દેદારો, વહીવટી સંઘના હોદ્દેદારો તથા વહીવટ વિભાગના નિષ્ણાંતો દ્વારા બે દિવસ સુધી ખાસ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews