બિલખાનાં ચોરવાડી નજીકનાં મંદિરનાં મહંતની હત્યાનો ભેદ ઉકેલાયો : ૪ શખ્સોની ધરપકડ

0

તાજેતરમાં બિલખા નજીક આવેલા ચોરવાડી નજીકનાં મંદિરનાં મહંતની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે અને ૪ શખ્સોની ધરપકડ કરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર સુલતાનપુર ગામનાં વિજય વઘાસીયાએ શેર બજારમાં રોકાણ કરવા મહંત રૂદ્રાનંદગીરી બાપુને રૂા. ર.પ૦ લાખ આપ્યા હતાં. જે પૈકી રૂા. ર લાખ પરત ન આપતા વિજયએ તેનાં મિત્રો જયેશ દવે, દર્શક દેગામા તથા દિનેશ ભાદાણીની સાથે મળી અને મહંતનું ઢીમ ઢાળી દીધું હતું. ૬ દિવસ પૂર્વે જેતપુરની ભાદર કેનાલમાં હાથ-પગ દોરીથી બાંધેલ હાલતમાં ચોરવાડી નજીકનાં ખાખરીયા મંદિરનાં મહંત રૂદ્રાનંદજીની લાશ મળી હતી. દરમ્યાન રેન્જ ડીઆઈજી સંદિપસિંહ તથા રૂરલ એસપી બલરામ મીણાનાં માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ અજયસિંહ ગોહીલ, એસઓજીનાં પીઆઈ સંજયસિંહ જાડેજા અને જેતપુરનાં પીઆઈ જે.બી. કરમુરની ટીમે હત્યાનો ભેદ ઉકેલી ૪ શખ્સોને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!