રાજય સરકારે ‘સ્ટેટ પોલીસ કમ્પલેઈન ઓથોરીટી’ની રચના કરી

0

ભાજપની સરકાર પોતાની નાની એવી કોઈપણ વાત માટે ઢોલ નગારા વગાડીને જાહેરાત કરે છે અને તેનો યશ મેળવી લે છે. પણ પ્રજાને જે વાતની ખાસ જાણ હોવી જાેઈએ તેવી બાબતોની જાહેરાત કરવાનું કામ ભાજપની સરકાર કરતી નથી. દા.ત. રાજય સરકાર દ્વારા તાજેતરમાં ‘સ્ટેટ પોલીસ કમ્પલેઈન ઓથોરીટી’ની રચના કરવામાં આવી છે. ખાસ કરીને આઈપીએસ અધિકારી જેવા કે જીલ્લા પોલીસ વડા, શહેર પોલીસ કમિશ્નર, ડેપ્યુટી પોલીસ કમિશ્નર વગેરે દ્વારા નાગરિકને કોઈ ધમકી આપવામાં આવી હોય, મારકુટ કરવામાં આવી હોય, હાથ-પગ ભાંગી નાખવામાં આવ્યા હોય, લોહીલુહાણ કરવામાં આવ્યા હોય વગેરે કિસ્સાઓમાં તેઓની વિરૂધ્ધ ‘સ્ટેટ પોલીસ કમ્પલેઈન ઓથોરીટી’માં ઈ-મેઈલથી, વોટસએપથી, રજીસ્ટર ટપાલથી કે ફેકસ પત્રથી ફરિયાદ કરી શકાય છે. આ ઓથોરીટીની રચનામાં રાજય સરકારનો કે આઈપીએસ અધિકારીઓનો કોઈ ઉત્સાહ ન હોય તે સ્વાભાવિક છે. પરંતુ નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશ પછી મોડેમોડે અને માંડમાંડ આ કચેરીની રચના કરાઈ છે. આ કચેરીનું સરનામું કર્મયોગી ભવન, બ્લોક નં.૧, છઠ્ઠો માળ, સેકટર-૧૦, ગાંધીનગર-૩૮ર૦૧૦ છે. ટેલીફોન નં.૦૭૯-ર૩રપપ૮૦૧, પપ૮૦૩ અને પપ૮૦પ છે. જયાં ફરિયાદ કરી શકાય છે. નાગરિકો કોઈ ડર રાખ્યા વગર અહીં ફરિયાદ કરી શકે છે. જાે આમ થશે તો આ ઓથોરીટીની રચના સાર્થક થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!