જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો : પોલીસ ફરિયાદ

0

જૂનાગઢમાં કિન્નર ઉપર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા અંગેનો બનાવ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સી ડિવિઝન પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા ફીઝા કુવર માસીએ સી ડિવિઝનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આદિલ રજાક સોલંકી નામનો યુવક છેલ્લા દસ વર્ષથી સંબંધ હોય, ઉપરાંત સંબંધ બાંધવા માટે માથાકૂટ કરી ઘરે આવી લોખંડના ધારિયા વડે હુમલો કરી તથા છરી મારી ઇજાગ્રસ્ત કરતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે આદિલ સોલંકી અને કારો ફકીર બે શખ્સો સામે નોંધાવેલી પોલીસ ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં નિલેશભાઈ ભેટારીયા દ્વારા હાથ ધરાઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!