જૂનાગઢનાં ખ્વાજાનગર વિસ્તારમાં મોડી રાત્રે લૂંટ : ૩ સામે ફરીયાદ

0

જૂનાગઢ શહેરનાં વોર્ડ નં.૩નાં ખ્વાજાનગર વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રીનાં માર મારી અને લુંટ ચલાવી હોવાનો બનાવ બનવા પામતાં ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર ગઈકાલે રાત્રીનાં ૧.૩૦ વાગ્યાનાં અરસામાં સમીરભાઈ સેતાનાં મકાનનો દરવાજાે ખટખટાવતા સમીરભાઈ સેતાએ દરવાજાે ખોલ્યો હતો આ તકે સુખનાથ ચોક વિસ્તારમાં રહેતા આદિલ અને બે અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર ઘરમાં પ્રવેશ કરી સમીરભાઈ સેતાને લોખંડનાં પાઈપ વડે તેમજ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી તેમજ બંદુક જેવું હથિયાર બતાવી તેમની પાસે રહેલ મોબાઈલ તેમજ રોકડ રકમની લુંટ કરી આરોપીઓ નાસી છુટયા હતા. ઈજાગ્રસ્ત સમીરભાઈને સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલ છે. આ લુંટનાં અને મારામારીનાં બનાવ અંગે ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અને કુલ ૩ શખ્સો સામે ફરીયાદ નોંધાવામાં આવી છે. દરમ્યાન લૂંટનાં બનેલા આ બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજુઆત કરી તાત્કાલીક આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. દરમ્યાન આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!