આગામી તા.૧૭ માર્ચનાં હોલીકા ઉત્સવ અને તા.૧૮ માર્ચનાં ધૂળેટી ઉત્સવની આ વર્ષે જૂનાગઢ સહિત રાજયભરમાં ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે અને ભારે ઉત્સાહ પ્રર્વતી રહ્યો છે. ગુજરાતી પ્રજા ઉત્સવ પ્રિય છે. દરેક ઉત્સવને મનભરીને માણે છે. જાેકે, છેલ્લા ૨ વર્ષથી કોરોના મહામારીના કારણે ઉત્સવોની ઉજવણીમાં કેટલાક અંકૂશ આવી ગયા હતા. જાેકે, હવે કોરોનાની બલા ટળી હોય ઉત્સવને મનાવવા લોકો થનગની રહ્યા છે. દરમ્યાન નજીકના દિવસોમાં જ હોળી અને ધૂળેટીના તહેવાર આવનાર હોય તેની ઉજવણીને લઇ તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. શહેરના અનેક વિસ્તારોમાં હોળી, ધૂળેટી પર્વની ઉજવણીને લગતી ચિજવસ્તુના સ્ટોલ ઉભા થઇ ગયા છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે હોળી, ધૂળેટીની ઉજવણીમાં અનેક મર્યાદા-શરતો મૂકાઇ ગઇ હતી. જ્યારે આ વર્ષે તો કોરોના મહામારી જ મરણ પથારીએ હોય તેમ જણાતા સરકારે પણ લગ્ન સહિતના પ્રસંગોએ થતી ભીડ ઉપરના પ્રતિબંધ હટાવી લીધા છે. આમ, કોરોનાની બલા ટળી હોય હવે હોળી, ધૂળેટીના પર્વની પણ રંગેચંગે ઉજવણી થઇ શકશે તેવો આશાવાદ લોકોમાં અને વેપારીઓમાં સેવાઇ રહ્યો છે. પરિણામે શહેરના દિપાંજલી, મધુરમ, જાેષીપરા, ઝાંઝરડા રોડ, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં મોટાપાયે ફૂગ્ગા, કલર, પિચકારી વગેરેના સ્ટોલ ઉભા થઇ ગયા છે. જ્યારે આવી સિઝનલ વસ્તુનું વેંચાણ કરતા અશ્વિનભાઇ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત ગર્ષે તો ૫૦ ટકા જેટલું નુકશાન થયું હતું. સરકારે મોડી મોડી જાહેરાત કરતા મોટી સંખ્યામાં ખરીદાયેલ માલ વેંચાયો ન હતો. આ પડતર માલના કારણે ૫૦ ટકા કરતા વધુ નુકશાન થયું હતું. જાેકે,આ વર્ષે કોરોનાની બિમારીમાંથી છૂટકારો મળ્યો હોય લોકો મનભરીને ખરીદી કરી તહેવાર મનાવશે તેવો આશાવાદ મજબૂત બન્યો છે. પરિણામે ગત વર્ષે તો ૫૦ ટકા નુકશાન ભોગવવું પડ્યું હતું. પરંતુ આ વર્ષે ગત વર્ષના નુકશાનની ભરપાઇ થઇ જવા સાથે નફો થવાની આશા સેવાઇ રહી છે. હાલ નવી બંદૂક બજારમાં આવી છે. ૫૦૦ રૂપિયાથી વધુની કિંમતની આ બંદૂકમાં લાઇટીંગ, મ્યુઝિક સાથે કલરફૂલ પિચકારી થાય છે. ધૂળેટી પર્વમાં પિચકારી ભરીને કોઇને રંગી દેવાની મજાજ કંઇક અલગ છે. ત્યારે બજારમાં હાલ ૧૦ રૂપિયાથી લઇને ૫૦૦ રૂપિયા સુધીની જુદા જુદા પ્રકારની પિચકારીનું વેંચાણ થઇ રહ્યું છે. ૬૦૦ રૂપિયાથી શરૂ થતી વોટર-એરગન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ગનમાં હવા ભરીને પછી તેનો ઉપયોગ કરી શકાય છે. હવા ભર્યા પછી આ ગનમાંથી ૧૫ થી ૨૦ મિનીટ સુધી કલરની પિચકારી નિકળતી રહે છે. આ પિચકારી ૩૦ ફૂટ કરતા વધુ દૂર સુધી ફેંકી શકાય છે. કલર વાળું પાણી ભરીને લોકો ઉપર ફૂગ્ગા ફેંકવામાં આવે છે. જાેકે, લગ્ન સમારોહમાં દોરી ખેંચ્યા બાદ હાથથી ફૂટે તેવો ફટાકડો હોય છે જેનાથી વર કન્યા ઉપર ફૂલો-ઝરીનો વર્ષાદ થતો રહે છે. આ સિસ્ટમ મુજબનો ફૂગ્ગો તૈયાર કરાયો છે જેને હાથથી ફોડતા સામે વાળી વ્યક્તિ ઉપર કલર વાળો ધૂમાડો થાય છે અને વાતાવરણ કલરફૂલ-રંગીન બની જાય છેે. હોળી માટેના કલર, પિચકારી, ફૂગ્ગા, મોઢા ઉપર પહેરવાના જાત જાતના મહોરા સહિતની વસ્તુ રાજકોટ કે અમદાવાદથી મંગાવાય છે. દરેક ચિજવસ્તુના ભાવ વધ્યા છે. ત્યારે હોળી-ધૂળેટીના પર્વમાં ઉપયોગમાં આવતી ચિજવસ્તુના ભાવમાં પણ આ વર્ષે થોડો વધારો આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews