જૂનાગઢમાં અજાણ્યા યુવકની લાશ મળી : તપાસનો ધમધમાટ

0

જૂનાગઢ શહેરમાં સેન્ટ્રલ જેલનાં પાછળનાં ભાગે આવેલા સૌરાષ્ટ્ર ભુમિ દૈનિક કાર્યાલય નજીકથી આજે સવારે એક યુવાનની લાશ પડી હોવાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસની કામગીરી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર એક અજાણ્યા યુવકની લાશ સૌરાષ્ટ્ર ભૂમિ કાર્યાલય નજીક પડી હોવાની જાણ થતાં જ પીએસઆઈ વી.આર. ચાવડા તેમજ એ ડીવીઝન પોલીસ સ્ટાફ બનાવનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ ઉપરાંત આ બનાવ અંગેની જાણ થતાં જૂનાગઢ વિભાગનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતચા અને તપાસનીશ ટીમને માર્ગદર્શન પુરૂ પાડયું હતું. પોલીસ સુત્રોનાં જણાવ્યા અનુસાર આશરે ર૬ થી ર૭ વર્ષનાં યુવાનનો મૃતદેહ હોવાનુું બહાર આવેલ છે. મૃતક યુવાનની ઓળખ થઈ શકી નથી અને તેના શરીર ઉપર ઈજાનાં નિશાન હોવાનું પ્રાથમીક દ્રષ્ટીએ માલુમ પડયું છે. મૃતદેહનાં પંચનામાની વિધિ કરી પીએમ માટે મોકલી આપવામાં આવેલ છે. વધુમાં આ યુવાન કોણ છે ? તેમજ તેનું મૃત્યું કઈ રીતે થયું તે અંગે હાલ કોઈ માહિતી મળેલ નથી. પોલીસ ટીમ દ્વારા તમામ પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી યુવાનનાં મૃત્યું અંગેનાં બનાવમાં જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવ અંગે વધુ વિગત મેળવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!