જૂનાગઢનાં ગાંધીગ્રામમાંથી રીક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સી ડીવીઝન પોલીસ

0

જૂનાગઢ સી ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીનાં આધારે જૂનાગઢ સંજયનગરમાં રહેતા હીરા ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈએ ગાંધીગ્રામ વિસ્તારમાં રીક્ષા નં. જીજે-૦૮-એટી ૧૭૮રમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખેલ હોવાની બાતમીનાં આધારે દરોડો પાડતાં હરીયાણા પેટી નંગ-૬ બોટલ નંગ-૭ર, મેકડોલ્સ સ્વીસ્કી ચંદીગઢ પેટી નંગ-૧૦ બોટલ નંગ ૧ર૦, વ્હીસ્કીની હરીયાણા પેટી નંગ ૩, પ્યાગો રીક્ષા મળી કુલ રૂા. ૧,૪૭,ર૪૦નાં મુદામાલ ઝડપી લઈ હાજર નહી મળી આવેલ હીરો ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈવાળા વિરૂધ્ધ જૂનાગઢ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા હેઠળ ગુનો નોંધાવામાં આવેલ છે. આ કામગીરીમાં જૂનાગઢ સી ડીવીઝનનાં પીએસઆઈ જે.જે. ગઢવી, કે.એન. જાેગીયા, એન.આર. ભેટારીયા, ચેતનસિંહ સોલંમી, આઝાદસિંહ સીસોદીયા, ઈન્દ્રજીતસિંહ ઝાલા, કરણસિંહ ઝણકાંત, ભગવાનજીભાઈ વાઢીયા, દિલીપભાઈ ડાંગર, વિપુલભાઈ ડાંગર, હિતેષભાઈ મકકા વગેરે જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!