Tuesday, March 21

જૂનાગઢ ગાંધીગ્રામ વિસ્તારમાંથી ૬૭ બોટલ વિદેશી દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાંચ

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચની ટીમે હીરા ઉર્ફે ડગી પુંજાભાઈ ભારાઈએ ગ્રોફેડ મીલ પાસે આવેલ વાલ્મીકી મહોલ્લામાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરની સામે. જાહેર પડતર પ્લોટમાં જમીનની અંદર ભોયરૂ કરી તેમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવેલ હોવાની બાતમીનાં આધારે દરોડો પાડતાં વિદેશી દારૂની પુઠાની પેટીઓ અને પ્લાસ્ટીકની મોટી કોથળીમાં છુટી બોટલો મળી કુલ બોટલ નંગ-૬૭ કિં. રૂા. ર૬૮૦૦નો મુદામાલ કબ્જે કરી સી ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવેલ છે.
આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટી, પીએસઆઈ ડી.જી. બડવા, યશપાલસિંહ જાડેજા, વિક્રમભાઈ ચાવડા, ભરતભાઈ સોનાા, ડાયાભાઈ કરમટા, દેવશીભાઈ નંદાણીયા, સાહિલભાઈ સમા, કરશનભાઈ કરમટા વગેરે સ્ટાફ જાેડાયેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!