દ્વારકા : ફુલડોલ મહોત્સવના સુચારૂ આયોજન માટે તંત્ર સજ્જ

0

યાત્રાધામ દ્વારકામાં ફુલડોલ ઉત્સવ માટે ભાવિકોના પ્રવેશ અંગે જિલ્લા કલેકટર એમ.એ. પંડયા દ્વારા ર્નિણય લેવાયા બાદ વહીવટીતંત્ર તથા પોલીસ વિભાગે પૂરજાેશમાં તૈયારી સાથે સુરક્ષા તથા સલામતીની વ્યવસ્થા ગોઠવાઈ છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે યાત્રીકોને સરળતાથી દર્શન થાય તે હેતુ જિલ્લા પોલીસ વડા સુનીલ જાેશીના માર્ગદર્શનમાં ચુસ્ત બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. દ્વારકાધીશ મંદિરના ડીવાયએસપી સમીર શારડાના જણાવ્યાનુસાર ફુલડોલ ઉત્સવના તહેવારોમાં પોલીસ વિભાગના ૧૩૦૦ કર્મચારીઓ તથા ૧૦૦ જેટલા અધિકારીઓને ફરજ સોંપાઈ છે. જેમાં એક એસ.પી, મંદિરના ડીવાયએસપી સાથે અન્ય પાંચ ડીવાયએસપી વીસ પોલીસ ઇન્સ્પેકટર ૬૦ પીએસઆઇ જીઆરડી, હોમગાર્ડ, એસઆરપી, એલઆરડી, ટીઆરબીના સ્ટાફનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દ્વારકાના અન્ય મહત્વના સ્થળો ઉપર પણ ચેક પોસ્ટ સહિત જરૂરી બંદોબસ્તની ગોઠવણી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની દર્શન વ્યવસ્થા માટે ખાસ પ્રકારની બેરીકેટીગ અને યાત્રીકોના અવર-જવરની રસ્તાની અલગથી વ્યવસ્થા કરાઈ છે. દ્વારકામાં પ્રવેશતા યાત્રીકોને દ્વારકાધીશજીના દર્શન કરવા માટે ધીરૂભાઈ અંબાણી માર્ગ ઉપર આવેલા કીર્તિસ્તંભ પટાંગણથી પ્રવેશ અપાશે અને યાત્રીકો સુદામા સેતુ થઈને છપ્પન સીડીના  પ્રવેશ દ્વાર ઉપરથી મંદિરમાં  પ્રવેશ કરશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!