જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રભાતફેરી ધૂનમંડળના સ્થાપક સભ્ય મુકુંદભાઈ ત્રીભોવનદાસ ભસ્તાના(ઉ.વ.૮૫) કે જેઓ સ્વેતનભાઈ મુકુંદભાઈ ભસ્તાનાના પિતા થાય છે. જેમનું તા.૧૪-૩-૨૦૨૨ને સોમવાર, ફાગણ સુદ એકાદશીના રોજ માંગરોળ મુકામે શ્રીજી ચરણ પામેલ છે. માંગરોળની દરેક શોભાયાત્રામાં મુખ્ય તેમજ પ્રભાતફેરી ધુન મંડળ,એમ્બ્યુલન્સ અને ગૌસેવા કાર્ય અર્થે મોટી રકમ એકત્રીત કરી યોગદાન આપનાર, કૃષ્ણનું જીવંતપાત્ર કાયમી માટે રહેતા એવા ગૌ.વા. મુકુંદભાઈ ભસ્તાનાની ચીરવિદાયથી ખુબ જ દુઃખ અને શોકની લાગણી અનુભવીએ છીએ. તેમના દિવ્યાત્માને શાંતિ મળે તે માટે પ્રભાતફેરી ધુન મંડળ, ગૌ રક્ષા સેના, વંદેમાતરમ ગૃપ, મામા પાગલઆશ્રમ તેમજ માંગરોળની વિવિધ સેવાકીય સંગઠનો શ્રધ્ધાંજલી અર્પણ કરે છે. આ દુઃખદ સમયે આ પરિવારે અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પથરાય તેવા હેતુથી તેઓએ તેમના ચક્ષુનું દાન કરવાનો ર્નિણય કર્યો હતો. આથી માંગરોળની અનેક વિધ સેવાકીય સંસ્થાઓ સાથે જાેડાયેલ તેમજ સેવાયજ્ઞમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર અને ચક્ષુદાન પ્રવૃતિમાં શિવમ ચક્ષુદાન આરેણા સાથે હરહંમેશ સાથ આપનાર પંકજભાઈ રાજપરાએ આરેણા સ્થિત શિવમ ચક્ષુદાન સલાહ કેન્દ્રના સંચાલકને જાણ કરતા કિશોરભાઈ બામરોટીયા(અધ્યારૂ હોસ્પિટલ માંગરોળ) દ્વારા મૃતકના બંને ચક્ષુ લેવામાં આવ્યા હતા. તેમજ આ ચક્ષુનો સ્વિકાર પ્રદિપભાઈ જાેટવા દ્વારા કરવામાં આવ્યો હતો અને પાર્થભાઈ વાળા દ્વારા મુનિ સંત બાલાજી આઈ બેંક-વેરાવળને આ બંને ચક્ષુ પહોંચાડવામાં આવ્યાં છે. આ પરિવારના આ મહાદાનને શિવમ ચક્ષુદાન આરેણા વંદન કરે છે. ભસ્તાના પરિવારના ચક્ષુદાનના આ વિચારને શિવમ ચક્ષુદાન-આરેણા બિરદાવે છે અને મુકુંદભાઈને શ્રધ્ધાંજલી અર્પે છે. આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. ભસ્તાના પરિવાર દ્વારા થયેલ આ મહાદાનને શિવમ્ ચક્ષુદાન ગૃપ-આરેણા, માંગરોળ જાયન્ટ્સ ગૃપ, વંદેમાતરમ ગૃપ-માંગરોળ, સ્વ. લક્ષમણભાઈ એ. નંદાણિયા વિવિધલક્ષી સેવાકીય ટ્રસ્ટ-માંગરોળ, સંજીવની નેચર ફાઉન્ડેશન-માંગરોળ, શ્રી ડુગરગુરૂ સ્થાનક વાસી જૈન યુવક મંડળ જૂનાગઢ, માંગરોળ તાલુકાના પત્રકારમિત્રો દ્વારા બિરદાવવામાં આવેલ હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews